Quotes by Bindiya in Bitesapp read free

Bindiya

Bindiya

@bindiajani194gmailco


તારી યાદમાં

ગઝલ મારી અધુરી રહી ગઈ તારી યાદમાં
કલ્પના ની પાંખે ઉડતી રહી તારી યાદમાં.

પાંગરિયું પુષ્પ તારી પ્રીત નું તારી યાદમાં,
સંવેદનાનો છોડ ઊગી નીકળ્યો તારી યાદમાં.

તારા વિનાની ડંખે છે એકલતા મારી આંખોમાં,
ભીની પાંપણ સારે છેઆંસુઓ તારી યાદમાં.

સચવાયું નામ તારું હૃદયના ધબકારમાં,
ધડકે છે હૃદય મારું સતત તારી યાદમાં.

દિવસો વિતાવુ છું હું તારા આવવાની રાહમા,
વિરહની વેદના ને સાચવી છે તારી યાદમાં.

બિંદિયા જાની
'તેજબિંદુ'

Read More

चलो राम बने

चलो हम भी राम बने! क्या हम राम बन सकते हैं? हां क्यों नहीं? राम बनने के लिए हमें राम के आदर्श को जीवन में अपनाने चाहिए।
ऐसे तो हम सब भगवान श्री राम के बारे में बहोत कुछ जानते हैं। श्री राम मर्यादा पुरुषोत्तम कहे जाते हैं। मानव अवतार में उनके आदर्श ही उनके व्यक्तित्व की पहचान है।
भगवान श्री राम की मिशाल हमे आज भी दी जाती है। श्री राम का जीवन हमे संकट में धैर्य रखना वाणी में संयम और आचरण में शुद्धता के लिए प्रेरित करता है।
श्री राम का आदर्श हमें संतुलन रखना और व्यक्तिगत स्वतंत्रता के साथ परिवार और मूल्यों से जुड़े रहना सीखाता है।
श्री राम की सत्य और धर्म निष्ठा आज की युवा पेढी के लिए ईमानदारी और नैतिकता का प्रतीक है। भगवान श्री राम सदाचारी, न्याय प्रिय, साहसी जैसे गुणों का आदर्श उदाहरण है।

हम सभी को शांतिपूर्ण जीवन के लिए राम बनने की कोशिश जरूर करनी चाहिए।

इस कलयुग में राम बनना आसान नहीं है।
उनके आदर्शों पर चलना आसान नहीं है।
फिर भी चलो हम कोशिश करे राम बनने की,
हमारे ये द्रढ निश्चय को तोड़ना आसान नहीं है।


बिंदिया जानी
24/3 /26

Read More

"બિંદુ".

મારી આસપાસ જીવનવર્તુળ,
અને હું છું તેમનું કેન્દ્ર બિંદુ.
છે અસ્તિત્વ મારું નહિવત,
છતાંપણ હું છું વિરાટ બિંદુ.

Read More

બીજ રોપાયું
વૃક્ષ થયું મજાનું
તારા પ્રેમનું.

" આગમન "


હવાની લહેરખી આવે ને કોઈનું આગમન લાગે,
ધ્વનિનો રણકાર થાય ને કોઈનું આગમન લાગે,
આમતેમ પતંગિયું ઉડે ને કોઈનું આગમન લાગે,
ફૂલોની ફોરમ આવે ને કોઈનું આગમન લાગે,
દિલની ધડકન વધે ને કોઈનું આગમન લાગે.

બિંદિયા જાની
(તેજબિંદુ)
8/3/26

Read More

"જો વાંચી શકો તો
ચહેરો છે
એક
પુસ્તક મારા પ્રેમનું "



બિંદિયા




જીંદગી એક પ્રેમભર્યુ ગીત છે
તેની સામે ઝઝૂમવું મારી રીત છે
ક્યાંક હાર છે તો ક્યાંક જીત છે
તારી હારમાં પણ મારી જીત છે
તારા અધર પર મધૂર સ્મિત છે
એ જ તો આપણા પ્રેમની જીત છે

Read More

'એક ડાળના ફૂલ'

અમે તો છીએ એક જ ડાળના ફૂલ,
તમે કેવી રીતે આંકશો અમારા મૂલ.

ભાઈલો મારો રહે વંશવેલાનું નૂર,
બેની તો છે વંશવેલાનું કોહિનૂર.

લીલીછમ લાગણીનું ઉમટે છે પૂર,
ભાઈબહેન તો એક જ ડાળના ફૂલ.

જીવન બાગમાં છે અનોખા ફૂલ,
સીંચાઈ છે સ્નેહધારા ભરપૂર.

ભાઈબહેનના અમુલ્ય છે મૂલ
અમે તો છીએ એક જ ડાળના ફૂલ


બિંદિયા (તેજબિંદુ)

Read More

ચાલને, આપણે સમયને ડાઉનલોડ કરી લઈએ,
ને પછી "સમય નથી"ની ચિંતાથી દૂર થઈ જઈએ.


બિંદિયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ

Read More

હૈયે પ્રીતના વાવેતર થયા લાગે છે
એકમેકનો સંગાથ ગમતો લાગે છે
એટલે જ નજરમાં શરમ લાગે છે
જવાની હોય તો બધું રંગીન લાગે છે


બિંદિયા જાની 'તેજબિંદુ'
માધાપર - ભુજ

Read More