હુ એક સાધારણ વ્યકિત છુ...મને વાચન,સંગીત....અને હવે જે વિચારુ છુ એ લખવાનો પણ શોખ ધરાવુ છુ....આપ સહુ અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર...

ભરાશે જો અદાલત હૃદયના દ્વારે પાપણના પલકારનો હિસાબ માગશે આંખોના ઉજાગરા નો હિસાબ માગશે
હ્રદય કેટલી વાર ઘવાયું છે તેની થશે ત્યાં ગણતરી
બે હિસાબ હશે તને યાદ કરવાની એ ક્ષણો
પણ દંડ લાગશે તો કોને? હંમેશા પ્રેમ કરનારને જ સજા મળે છે ...
ગણિત હૃદયનું ધબકાર ચૂક્યું હશે .... બિંદુ
પણ અગણિત વાર તને યાદ કરવાની ક્ષણ ક્યારેય નહીં છૂટી હોય
છતાં પણ જો તું આમ જ રહે તો બોલ શું સજા તને કરું..
કે છે અપરંપાર લાગણી તને પણ તુ વ્યક્ત જ નહીં કરે તો કોને ફરિયાદ કરું
ભરાશે જો અદાલત હૃદયના દ્વારે
પાપણના પલકારા નો હિસાબ માગશે
આંખોના ઉજાગરાનો એ હિસાબ માંગશે
કેટલી વાર હૃદય રડ્યું હશે તેની અગણિત ગણતરી કરવામાં આવશે
પણ દંડ લાગશે તો કોને હંમેશા પ્રેમ કરનાર ને તો સજા મળે છે
ને ભૂલ્યું હશે ઈશ્વરનુ સ્મરણ કરવું કદાચ પણ તારું સ્મરણ નિત્ય રહેશે...

-Bindu _Maiyad

Read More

અનામિકા આજે આદિલને લઈને ચોપાટી બાજુ જઈ રહી હતી અચાનક જ ચોપાટી થી એક અલગ રસ્તો જઈ રહ્યો હતો તે બાજુ તે આદિલને લઈ જાય છે ને બતાવે છે કે જો બેટા અહીંયા મોટી મોટી શીપ બને છે જે દરિયામાં જશે એ જોઈને આદિલ કહે છે કે ઓફહો મમ્મા શું આટલા બધા લાકડાનો ઉપયોગ થયો છે શીપ બનાવવા માટે તો તું વિચાર મમ્મા કે કેટલા બધા ઝાડ કપાયા હશે આ સાંભળીને અનામિકા દંગ રહી જાય છે કે બોટ કરતાં પણ તેને વૃક્ષોના છેદન માટે કેટલા ઊંડા વિચારો ધરાવે છે.... આભાર દ્વારકાધીશ 🙏🏻

-Bindu _Maiyad

Read More

મારી વ્હાલી દીકરીઓ ...
તમે હંમેશા યાદ રહેશો આજીવન ...
જ્યાં સુધી મારામાં આ પ્રાણ વાયુ રહેલો છે..

કહો જોઈએ કેમ ભૂલી શકું તમને ?
કે મારા શાળામાં પ્રવેશતા ,,
તમે હાથમાં ગુલાબ લાઈ મારું સ્વાગત કરતા કે ગુલદસ્તો આપતા


વર્ગખંડમાં ઉધરસ મને આવે ત્યાં તો..
પાણીની બોટલ તમારી તમે મને ધરી દેતા

આજ હું ઉદાસ છું એ પારખી જતા ..
તો મને હસાવવા માટે થઈને પ્રયત્નશીલ રહેતા
કહેતા કે બેન કેમ આજે ઝાંખા લાગો છો ...
તો વળી કહેતા કે આજ તો બહુ સરસ લાગો છો
અને મારું મન પ્રફુલિત કરતા રહેતા
કહો જોઈએ કેમ ભૂલું હું તમને
મને ભાવતા બોર(ચણીયા બોર) ને ખાટી આંબલી લાવતા
તો મમ્મીના હાથના બનાવેલા પેંડા આપી જતા.
બોલો જોઈએ હું તમને કેમ ભૂલું?
ગાયને વાછરડો આવ્યો છે કહી ડેરી મિલ્ક ખવડાવતા
તો ભાભીને ભત્રીજો અવતર્યો છે કહી મોઢું મીઠું કરાવતા
બોલો જોઈએ કેમ ભૂલી જવું તમને

કે રમતના તાસમાં પણ મારી સાથે પકડા પકડી રમતા કે
કબડીના દાવ પેચ શીખતા કે
આંખે પાટા બાંધી આપણે કેવી સરસ મજાની રમતો નવી નવી રમતા

બેન બેન કહી ક્યારે દીદીમાં કહી બોલાવતા
તો ઘરની નાની મોટી વાતો મારી સાથે શેર કરતા
અને તમારું હૈયું હળવું કરતાં
બોલો જોઈએ કેમ ભૂલી જાવ તમને
કહો તો ખરા કેમ ભૂલી જાવ તમને કે ...

મારા હોવાનું મને મારા અસ્તિત્વથી રૂબરૂ કરાવતા
કહો જોઈએ કેમ ભૂલી જાવ તમને

મારી વહાલી દીકરીઓ તમે હંમેશા યાદ રહેશો‌...
આજીવન કેમ ભૂલી શકું હું તમને....

મારા દ્વારકાધીશ ની કૃપા છે અને હંમેશા તમારા પર પણ એ આશીર્વાદ વરસાવતો રહે આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ દિકરીઓ

(એક નિખાલસ પ્રશ્ન એક દિવસ એક દીકરીએ મને પૂછ્યું કે બેન છેલ્લા ચાર વર્ષ થયા આપણી સાથેના જે લાગણીના સંબંધો છે તો આવનાર વર્ષોમાં તમે અમને ભૂલી નહિ જાવ ને અને અનાયાસે જ મારાથી આ એક કવિતા જેવા શબ્દોમાં તેમના માટે લખાઈ ગયું છે ઘણું બધું છે જે હું વર્ણવી નથી શકતી પણ આ મારી બધી જ વ્હાલી દીકરીઓને જે મારી પાસે ભણીને જતી રહી છે જે ભણે છે અને ભણવા આવવાની છે એ બધી દીકરીઓને સમર્પિત છે મારી આ રચના..)
૧૧:૩૪ AM
૧૫/૦૨/૨૨

Read More

અઘરું છે કે અંદરથી તૂટી ગયા છો પણ બહાર મજબૂત દેખાવાનું છે


બહુ જ અઘરું છે કે રડવાની ઈચ્છા છે પણ કોઈ એવો સહારો જ નથી મળતો માટે આંસુઓને રોકી રાખવાના છે...

બહુ જ અઘરું છે કે અંદરથી સંઘર્ષ અનુભવીએ છીએ અને બહાર ખુશ ખુશાલ દેખાડવાનું છે....

ખરેખર ખૂબ જ અઘરું છે કોઈને કંઈક કહેવું છે પણ કશું જ કહી શકાતું નથી..

કેટલું અઘરું છે અંદરથી દરિયો હિલોડા લે છે અને બહાર તળાવની જેમ થર (સ્થિર) રહેવાનું છે....

ઓફફ...કેટલું અઘરું છે ,,અઘરું છે કે તમે જેવા છો ને એવા જ રહેવા ઈચ્છો છો પણ આ સમાજ આ સમાજના લોકો તમને પજવીને તમને પરેશાન કરે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આંખ આડા કાન રાખીને બધું જોયા કરવાનું છે પણ કોઈને કશું જ કહેવાનું નથી ખરેખર એટલું અઘરું છે નહીં??

હે દ્વારકાધીશ !
બસ તું સંભાળીને રાખજે મારા જીવનની ડોર..
ખરું કહો ને તો જીવન તો સરળ છે ,,
પણ જીવંત રહેવું જ કેટલું અઘરું છે...
અઘરું છે.... અઘરું છે...
૧૨:૧૨ AM
૨૭/૦૧/૨૩

-Bindu _Anurag

Read More

જેમ પારસમણિ નો સ્પર્શ થતાં આસપાસ રોશની ફેલાય છે તે જ રીતે દુષ્ટ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેમની દુષ્ટતા તમારા વિચારોમાં આવે છે. માટે સ્વજનોની સાથ આપવો અને દુર્જનોથી દૂર રહેવું જય દ્વારકાધીશ 🙏🏻

-Bindu _Anurag

Read More

બીજા પાસે વફાદારીની આશા રાખવા વાળાઓ પોતે જ ગદ્દાર હોય છે વફાદારી શું છે તે કદાચ તેઓ સમજી જ નથી શકતા જે વફાદાર હોય છે તેના લોહીમાં જ એવા સદગુણો હોય છે જ્યારે ગદ્દાર લોકો છે તે એક વિકૃત માનસ ધરાવે છે બીજા પાસે વફાદારીની આશા રાખતા પહેલા પોતે જ વફાદાર બનવું પડે છે... જય દ્વારકાધીશ 🙏🏻

-Bindu _Anurag

Read More

સાચો માણસો ક્યારેય એકલા નથી હોતો, તેની સાથે તેની પ્રામાણિકતા તેની નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિ તથા તેનું દરેક કાર્યને સારી રીતે પૂર્ણ કરવાની મહેચ્છા તેની સાથે હોય છે માટે લાખ ખરાબ ઈચ્છવા વાળા તેને અલગ પાડવાની કોશિશ કરે તેને એકલો પાડી દેવાની કોશિશ કરે પણ સારો માણસ ક્યારેય એકલો હોતો નથી તેની સચ્ચાઈ અને તેની ભલમનસાઈ હંમેશા તેને સાથ આપે છે. અને તેના વડીલો અને સ્નેહીજનો નો આશીર્વાદ તેને હંમેશા ખુશ રાખે છે. જય દ્વારકાધીશ 🙏🏻

-Bindu _Anurag

Read More

આ માણસ જાત તો નહીં જ સુધરે..
પ્રાણીઓના નામના ઉચ્ચારણ કરી પોતે જ હેવાન બની જાશે બીજાઓને કનડશે અને ઇલ્ઝામ પણ પ્રાણીઓ પર છોડી દેશે પણ આ માણસ જાત તો નહીં જ સુધરે... બિંદુ અનુરાગ
સચ્ચાઈ, ઇમાનદારી, વફાદારીના બંણગા ફૂંકશે પણ
ખુદ જ શૈતાન થઈ નિર્દોષોનું લોહી ચૂસસે પણ
આ માણસ જાતતો નહીં જ સુધરે..
બાળકો ,દીકરીઓ, સ્ત્રીઓ ,વૃદ્ધો પર અત્યાચાર કરી
સદભાવના, કરુણા ,વાત્સલ્ય ની વાતો કરશે પણ
આ માણસ જાતતો નહીં જ સુધરે..
નિતિ -નિયમો ,ધારા -ધોરણો અને પરંપરાની પીપૂડીઓ વગાડતા અધર્મ, પાખંડ ,વ્યભિચાર અને વિકૃતિઓનો નશો કરશે પણ
આ માણસ જાતતો નહીં જ સુધરે..
'થઈ જશે' ,'કરી લેશુ', 'હોતું હશે વળી એવું કંઈ' એવા તો
બણગાવો ફૂંકશે પણ
કામચોરી ,આળસ ,મેદ , પૈસાનો લોભ તો નહીં જ છૂટશે
ખરેખર આ માણસ જાતતો નહીં જ સુધરે
પરોપકાર ,સેવા ,મદદ નામે માઇકમાં બંડ પોકારશે પણ
ગુનાખોરી ,ચોરી ,લૂંટ ફાટ તો નહીં જ છોડશે
ખરું કહું ને તો આ માણસ જાતતો નહીં જ સુધરે
જય દ્વારકાધીશ 🙏🏻
૦૧:૦૮ PM
૧૩/૦૧/૨૩

-Bindu _Anurag

Read More

રીમા ખૂબ જ ફેમસ હતી તેના ઇન્સ્ટા આઈડી અને youtube ચેનલ ના કારણે અને તેના અગણિત ફ્રેન્ડ્સ ફોલોવર્સ હતા પણ તેની પાડોશમાં રહેતા લોકો તેને ખરાબ રીતે જ ઓળખતા કારણકે રીમા insta અને youtube પર મોટાભાગના અંગ પ્રદર્શનના વિડિયો કે વિડિયો ક્લિપ રજૂ કરતી સાચું કહું તો તેની ઓળખાણ તો ખૂબ હતી પણ તેની કાળજી રાખનાર કોઈ જ નહીં...

-Bindu _Anurag

Read More

આ જોને કિસ્મતે કેવી રમત માંડી છે
હું જ રડું ને હું જ મને છાની રાખું
જાણે સઘળું દર્દ હું મારા માં સમાવું ને
વળી હું ઘણું ખરું મને જ હળવું કરવા પ્રયત્ન કરું
ક્યારેક મને જ હું લાગણીથી તરબોળ કરું
તો ક્યારેક મને જ હું મનાવું કારણકે
હું જાણું છું કે હાલ મને મારો જ સહારો છે અને એ જ
સૌથી વધારે ઉપયોગી બન્યા છે
કારણ કે આ જાણે છે મન મારૂં કે
બહાર તો છે માત્ર દેખાડો અને ખોટો દંભ
તમારો પોતાનો જ તમારી જાત સાથેનો સહયોગ જ
તમને કરશે હંમેશા મદદ....
તમારા સ્વ સાથેના તમારા વિધાયક વલણ જ
તમને આગળ વધારવા માટે તત્પર રહેશે...
જીવનમાં ઘણું પામવાની ઈચ્છાઓમાં
આપણે આપણા સ્વને જ પ્રત્યક્ષ મળી નથી શકતા
માટે ખરું કહું તો ... બિંદુ અનુરાગ
વિકટ સમયે આપણે જ આપણો સહારો બનવું પડશે

-Bindu _Anurag

Read More