તું હતો
તું છે અને
તું જ રહીશ
હંમેશા મારા ભીતર ની ભીનાશ માં
હંમેશા મારા વિચારો ની માયાજાળ માં
હંમેશા મારા યાદોં ના સંગ્રહાલય માં
હંમેશા મારા સંવેદનાઓના સ્પર્શ માં
હંમેશા મારા અંતરની ઉજાસ માં
હંમેશા મારા વ્હાલપ ના વર્તુળ માં
હંમેશા મારા શ્વાસોશ્વાસની રિધ્ધમ માં
હંમેશા મારા ઉચ્ચારો ના પડઘમ માં
બસ તું
અને બસ તું જ રહીશ
મારા જીવનના અંત થી મરણોપરાંત માં
બસ તું
અને બસ માત્ર તું
તું જ રહીશ મારામાં
તું જ હતો
તું જ છે
અને બસ તું જ રહીશ ....


- Bindu

Gujarati Thought by Bindu : 111969801
Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્...👌✍️ ઘૂંટાયા કરું છું મનમાં ને મનમાં.. તારાં સાથ વગર.. ક્યારેક તો સમજી લે મને.. મારાં કહ્યાં વગર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now