Quotes by Dhamak in Bitesapp read free

Dhamak

Dhamak Matrubharti Verified

@heenagopiyani.493689
(102)

ધુળ

કાલ સુધી તોફાને ચડી

વંટોળની સાથે આસમાને ચડી

જબરી થઈ મોઢે ઉડતી રહી

જાણે ધુળ નું જ વર્ચસ્વ ચારે કોર

આજ વરસાદ આવ્યો ને

જમીન માં સંતાઇ ગઈ

"મા" ની ઓડમાં લપાઈ ગઈ

કેવી અજીબ છે આ ધુળ

વરસાદ આવતાજ

લજામણી નો છોડ થઈ ગઈ.

Read More

જીવનનો લાભદાયિક વેપાર


ઉંમરલાયક લોકોનો સંગ
એક મૂલ્યવાન વેપાર સમાન છે.
તેમની સાથે ગાળેલી થોડી પળો
આપણને જીવનભરના અનુભવોથી
સમૃદ્ધ કરી દે છે.


સ્ટોરી બુક☘️

Read More

બીજાને શું કામ સાબિત કરવું ,
જોઈએ કે તમે શું છો...
જો તમારામાં પ્રભાવ હશે
તો સમય તે બતાવશે....
કે ઢમક શું છે.........

ધ સ્ટોરી બુક, ☘️🤣😊
(મારો વિચાર છે કે આના ઉપરથી એક મોટીવેશન ગીત બનાવું)
તમારું શું કહેવું છે 🤣.
( કોણ જાણે કેટલાક છે આવા)
એ મને જ ભટકાય છે

Read More

સમયની રેતી
વિચારું છું બેઠી હું આજે એકાંતે,
કેવી અજીબ આ જિંદગીની વાતો છે.
નાની હતી ત્યારે આંગળી પકડી ચાલતી,
આજે મળવાને પણ સમયની ભીંસ છે.
ક્યાં ગયા એ દિવસો માના ખોળાના,
પિતાના ખભા પરની એ સવારી ક્યાં ગઈ?
હર વાતમાં એમની હાજરી હતી જે,
આજે એ મુલાકાત પણ જાણે સપનું થઈ ગઈ.
મોટી થવાની શી જરૂર હતી ઓ ઈશ્વર,
કે ઘર પણ હવે પારકું લાગે છે ક્યારેક.
એ જ માં-બાપ જે વસતા હતા શ્વાસમાં,
આજે એમને મળવા કાઢવો પડે છે સમય.
સમયની આ રેતી સરકતી ગઈ ક્યાં,
ને બદલાઈ ગઈ આ જીવનની પરિભાષા.
હૃદય તલસે છે એ સ્પર્શ માટે આજે પણ,
પણ ફરજોની જંજીરોમાં બંધાયેલી છે આશા.
ક્યારેક તો એવું લાગે છે આ આંખોને,
કે પાછા ફરી જાઉં એ બાળપણના વનમાં.
જ્યાં કોઈ બંધન નહોતું, નહોતી કોઈ સીમા,
બસ વ્હાલની હતી એક અમૃતમય ઝરણા.
પણ હવે તો સ્વીકારવી રહી આ વાત,
કે સમય વહેતો રહે છે પોતાની ગતિએ.
બસ હૃદયમાં સાચવી રાખવી એ યાદોને,
ને મળતા રહેવું જ્યારે પણ અવસર મળે.

the story book

Read More

ચાર બહેનો

ચાર બહેનો, રંગોની ભરમાર,
દરેકની આગવી છે બહાર.
સાથે મળી બનાવે માળા સુંદર,
પ્રેમ અને સ્નેહનો અખૂટ પ્યાલો ભરપૂર.
મોટી બહેન ગંભીર ને શીતલ શાંત,
જીવનથી ભરપૂર, નિર્મળ જળ સમાન.
બીજી બહેન શાંત સ્વભાવે રાણી,
મસ્ત અને સયાણી એની વાણી.
ત્રીજી બહેન હસમુખી ને જીવંત,
હંમેશાં લાવે ખુશીઓ અનંત.
સૌથી નાની સામાન છે વ્હાલી,
ચંચળ ને તોફાની, સૌની લાડકી લાલી.
નાની બહેન લાગણીશીલ ને પ્રેમાળ,
દુઃખમાં વહેતું એનું વ્હાલ.
આ ચાર બહેનોનો પ્રેમ અપાર,
એકબીજા માટે તત્પર હરવાર.

dhamake
the story book, ☘️

Read More

મૌનની ભાષા

મૌનની ભાષા સમજ લે ઓ સાથી,
શબ્દો તો ફિક્કા લાગે છે ક્યારેક.
આંખોમાં જો વાંચી લે ખામોશી મારી,
ઘણાં ઊંડા અર્થ છુપાયા છે દરેક રેખ.
(અંતરા)
હોઠો પર હાસ્ય ભલે ને સદા રહેતું,
દિલમાં તો અનેક વાતો રમે છે.
દર્દ છુપાવીને પણ જીવું છું હસતો,
ખુશીની આશામાં આ જીવન વહે છે

d h a m a k
the story book, ☘️.

Read More

जब मौका मिलता है तब,
खुद को जलाती हूँ।
कि मेरा अंधापन दुनिया का,
उजाला कम न कर दे।
इसलिए ही छोटे बच्चों को,
यह नई दुनिया दिखाती हूँ।
बात यह है कि मेरे पास,
आगे देखने के लिए कुछ नहीं है।
किसी कारण से खुद को प्रगति मिले,
इसलिए रोज़ कंधा झुकाती हूँ।

d h a m a k
the story book, ☘️📚

Read More
epost thumb

મારી કવિતા ઉપરથી ગીત
બનાવ્યું છે
હવે લેખકો માત્ર કવિતા અને ગીત અને વાર્તા
લખવા સુધી સીમિત નથી રહ્યા
તે પોતાની કવિતાઓ ને વીડિયોમાં રૂપાંતરિત
કરી શકે છે તેમાં તેને કોઈ ની જરૂર પડે તે નથી

કોણ તારું કોણ મારુ
છોડને...
એકલા છે દોડવાનું
તું દળને......
Heena gopiyan
the story book, ☘️

Read More
epost thumb

नटखट मन

पल भर घर में, पल भर बाहर, कहां उसको पकड़ने जाऊं?
कभी ये जिद करता है, कभी करता है नादानी,
अपनी ही धुन में रहता है, नहीं सुनता कहानी।
मन तो मेरा बच्चा है, कैसे उसको समझाऊं?
पल भर घर में, पल भर बाहर, कहां उसको पकड़ने जाऊं?
नई-नई बातें जानने को ये हमेशा उतावला,
रंग-बिरंगी दुनिया में खोने को ये बावला।
कभी बादल में घोड़े देखे, तारों में बनाए घर,
अपनी ही कल्पनाओं में उड़ता है बेफिकर।
मन तो मेरा बच्चा है, कैसे उसको समझाऊं?
पल भर घर में, पल भर बाहर, कहां उसको पकड़ने जाऊं?
इसे दुनिया की रीतें, कैसे मैं सिखाऊं?
ये तो भोला-भाला मन है, ढमक कैसे इसको बहलाऊं?
(મારી ગુજરાતી વાર્તા નટખટ મન પરથી બનાવેલી કવિતા છે
આ કવિતા પરથી બનાવેલું ગીત નીચે પ્રસ્તુત છે)
d h a m a k
the story book, ☘️

Read More