Quotes by Hina Chauhan in Bitesapp read free

Hina Chauhan

Hina Chauhan

@hinachauhan.661227


વીતી ગયો સમય ને હવે સ્મરણ રહી ગયા . છૂટી ગયા વ્યક્તિને લાગણીઓ રહી ગઈ વિખુટા પડીને પણ હૃદયમાં રહી ગયા
છેટા રહીને પણ અંતરમાં રહી ગયા
સાથે નથી તમે તો શું થયું ?
ભુલાય ના એવી અમીછાપ મુકતા ગયા
ચાહીને પણ વિસરી શકાય એમ નથી
કારણ સાથે હોવાનો અહેસાસ મુકતા ગયા સંભારણું તમારું એવું તો કેવું મુક્તા ગયા?
કે યાદ કર્યા તમને ને આંસુ વહી ગયા

Read More

હદય ચીરી બતાવવાની ક્યાં જરૂર છે હવે?
સમજનારાને લાગણીઓ શબ્દોમાં સમજાઈ ગઈ

- Hina Chauhan

હિસ્સો છું એના જીવનનો પણ બહાર ઉભી છુ
સાચું કહું તો એના સરવાળાની બહાર ઉભી છું
ઈચ્છા મુજબનું જીવન ભગવાન પાસે માંગીને જીવું!.....
છતાં મેં જોયેલા એ સ્વપનની બહાર ઉભી છું
જીવનમાં ખુશી ખીલવાનો અર્થ બસ એટલો કે
પાનખરોના વચગાળાની બહાર ઉભી છું
જિંદગી છે છતાં જીવવાની ઈચ્છાથી બહાર ઉભી છું.......
કારણ હાલ તો માત્ર ફરજનો હિસ્સો બની ઉભી છુ!!!!
બધાને સાચવવા અને સમજવાની જવાબદારીમાં
ખુદને સાચવવા અને સમજવા જાત બહાર ઉભી છું.....

Read More