હિસ્સો છું એના જીવનનો પણ બહાર ઉભી છુ
સાચું કહું તો એના સરવાળાની બહાર ઉભી છું
ઈચ્છા મુજબનું જીવન ભગવાન પાસે માંગીને જીવું!.....
છતાં મેં જોયેલા એ સ્વપનની બહાર ઉભી છું
જીવનમાં ખુશી ખીલવાનો અર્થ બસ એટલો કે
પાનખરોના વચગાળાની બહાર ઉભી છું
જિંદગી છે છતાં જીવવાની ઈચ્છાથી બહાર ઉભી છું.......
કારણ હાલ તો માત્ર ફરજનો હિસ્સો બની ઉભી છુ!!!!
બધાને સાચવવા અને સમજવાની જવાબદારીમાં
ખુદને સાચવવા અને સમજવા જાત બહાર ઉભી છું.....