Quotes by Jaydip in Bitesapp read free

Jaydip

Jaydip

@jaydip8562


?ધી નો એક લોટો
લાકડાના ઢગલા ઉપર
થોડા કલાકમાં રાખ
બસ આટલી છે
માણસની ઓકાત

એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
માણસની ઓકાત

મર્યા પછી નીચે જોયું
નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
રડતાં હતાં
નથી રહ્યા જતાં રહ્યાં
ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
માણસની ઓકાત

છોકરો સારો ફોટો બનાવશે
સામે અઞરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
અશ્રુ ભરી શ્રધ્ધાંજલિ હશે
પછી એ ફોટા પર
ઝાળા પણ કોન કરશે સાફ
બસ આટલી છે
માણસની ઓકાત

આખી જીંદગી
મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
જશો ખાલી હાથ
તલભાર સાથે લઈ જવાની
નથી ઓકાત
બસ આટલી છે
માણસની ઓકાત

​તો પછી જીવનમાં ધમંડ શું કામ​ ......
બસ આટલી છે
માણસની ઓકાત?????

Read More

છે હકીકત કે પછી આભાસ છે,
ભર ઉનાળે ય ભીનું આકાશ છે.

મેં દીઠી એક કૂંપળને પાંગરતા,
પથ્થર મહીં ય ધબકતા શ્વાસ છે.

હકીકત ખરેખર હોય છે વસમી,
પણ, તાસીર એની અજવાસ છે.

દરિયા ખૂંદવાથી કશું વળશે નહિ!
હકીકત આપણી આસપાસ છે.

જિંદગી જાણે ગુલાબની હકીકત,
કાંટા સંગ જો મહેકતી સુવાસ છે.

છે સૌની આજ આખરી હકીકત,
શ્વાસ બટકે અને માણસ લાશ છે.

સંબંધો તૂટવાની હકીકત શું કહું?
પરસ્પર ક્યાં કોઈ રાખે અવકાશ છે.

_ jaydip

Read More

ख़ामोशी में जो सुनोगे
वो आवाज़ हमारी होगी,
जिन्दगी भर साथ रहे
वो वफा हमारी होगी,
दुनिया की हर खुशी
एक दिन तुम्हारी होगी,
क्यूंकि इन सबके पीछे
एक दुआ हमारी होगी....
good morning

Read More

દીવસો ટૂંકા અને રાતો લાંબી થાય છે,
તારા વિરહની વેદના મને અંદરથી કોરી ખાય છે,
ક્યાંક ફરી મળી જઇશું આપને એ જ આશ સાથે...
આ જિંદગી વ્યતીત થાય છે..!!
Mr.jaydip

Read More

શોધજે મને ભીની ભીની લાગણીઓમાં સુક્કી વ્યવહારિકતામાં હું નહીં મળું હું અલગ છું અલગ મારું અસ્તિત્વ ભીડની ભાગોળમાં હું નહીં મળું.... મારા મૌનમાં પણ ભીની વાતો હશે અર્થહીન શબ્દોમાં હું નહીં મળું.....???????
Mr.jaydip

Read More

મૌન ધરી ને પણ તું ઘણું બધું કહી જાય છે, ને મારા શબ્દો માં આમેય કાયમ ઘણું બધું રહી જાય છે!

_ Mr.jaydip