છે હકીકત કે પછી આભાસ છે,
ભર ઉનાળે ય ભીનું આકાશ છે.
મેં દીઠી એક કૂંપળને પાંગરતા,
પથ્થર મહીં ય ધબકતા શ્વાસ છે.
હકીકત ખરેખર હોય છે વસમી,
પણ, તાસીર એની અજવાસ છે.
દરિયા ખૂંદવાથી કશું વળશે નહિ!
હકીકત આપણી આસપાસ છે.
જિંદગી જાણે ગુલાબની હકીકત,
કાંટા સંગ જો મહેકતી સુવાસ છે.
છે સૌની આજ આખરી હકીકત,
શ્વાસ બટકે અને માણસ લાશ છે.
સંબંધો તૂટવાની હકીકત શું કહું?
પરસ્પર ક્યાં કોઈ રાખે અવકાશ છે.
_ jaydip