કંઈ નવીન નહી, મનમાં છે એ કહું છું. Insta id _as_wordsmith

📞- આજે તો હું સાચું પડી ગયો...🤕
📞- 😲 ક્યાં
📞- તારા પ્રેમમાં..😍

મને મારામાંથી ખંખેરી,
તારામાં શોષાઈ જાઉં.

તને ભિંજવવા પૂરેપૂરો,
જાતથી જ ભૂંસાઈ જાઉં.

રસ્તા બધાં વિસરી જઈ,
તારામાં હું ખોવાતો.

તરાગડા બધાં સાથેના તોડી,
તારામાં જોડાતો.

પાંગરેલાે- પ્રસરેલો હું,
તારામાં બિડાઈ જાઉં.

મને મારામાંથી ખંખેરી,
તારામાં શોષાઈ જાઉં.


Kp

Read More

પ્રેમ એટલે..
જીવનમાં આવવાની નહી
પણ જીવનમાં ટકવાની વાત.

Kp

Kp

Kp

વાદળની સંગ ફરવાનું, પણ તરસની મનાઈ છે
છે ગુલદસ્તો ગુલાબનો,પણ સુંઘવાની મનાઈ છે.

મધની આશા છે, પણ નથી પરાગની પરવાનગી
લાખ સ્વાદિષ્ટ છતાં ચાખવાની નહી આ વાનગી

ચિત્ર અવ્વલ સામે, પણ દેખવાની મનાઈ છે,
ચાહતા રહેવાનું એને છતાં ચાહવાની મનાઈ છે.Kp

Read More

તું પાપણનો પલકારો મારે,
એટલામાં મન મારું
તને સો વાર વિચારે.Kp

તને હસતા જોઉં
અને હ્દયમાં રંગોનાં લસરકા લાગવા લાગે છે
અને ભીતર દોરાઈ જાય છે,
તારી છબી.Kp

વાદળનાં પાણીનું ધરા પર અને
મારા પ્રેમનું તારા પર
વરસવું તો નક્કી જ છે.

પ્રસરતો-ફેલાતો હું,
મારામાં જ સમાઇ જઉં એવું બને.
તારા મનમાં છપાઉં હું
કે પછી યાદ માંથી જ કપાઇ જઉં એવું બને.

Read More