The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
गधे को हमने घोड़ा समझा समझने लगे तो हमें पागल समझा यूंही हम दुनिया में भटकते रहे भटकनें वालों को दिवाना समझा यह किस्सा न पुराना है न नया है हर वक्त दुनिया ने ऐसा समझा जब हमें पता चला तो देरी हो गई थी श्मशान से हमने दुनिया को समझा आख़िर वक्त आता है हर किसी का फिर भी दुनिया ने इन्सान को न समझा। - कौशिक दवे - Kaushik Dave
"સચ્ચાઈ જાણવા છતાં પણ" - કૌશિક દવે જ્યારે એને ખબર પડી કે બે ટંકની રોટીથી કંઈ થવાનું નથી. જીવવા માટે ધન જોઈએ.આ દુનિયામાં ધન વૈભવ હોય તો બધા આજુબાજુ ફરતા રહે છે અને માનપાન આપે છે. હા.. જીવવા માટે બે ટંકની રોટી અને દાલ જોઈએ પણ શું એ પૂરતું જ છે! થોડું ધન જોઈએ. પછી એણે જીવનના સમીકરણો બદલવા માંડ્યા. સચ્ચાઈનો રસ્તો છોડીને એણે અપ્રમાણિક બનીને ધન વૈભવ મેળવ્યા. પણ જીંદગીના અંતિમ પડાવ પર જોયું કે હવે ઘરમાં એની કિંમત ઘટતી જાય છે. સંતાનો બેફામ બનીને ધનનો વ્યય કરે છે. આખરે એને ખબર પડી કે જીવનમાં સંતોષ જરૂરી છે અને પ્રમાણિકતા.. પણ મોડું થઈ ગયું હતું. સંતાનોએ બધી સંપત્તિ પોતાના નામે કરાવી દીધી અને એને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી દીધો. ડોસો કચ કચ બહુ કરે છે અને કંજૂસ છે. પણ સમય વહી ગયો. સચ્ચાઈ ખબર પડી પણ બહુ મોડું થઈ ગયું હતું. આપણું જીવન પણ એવું જ છે. આપણે જાણતા હોવા છતાં આપણે ખોટા માર્ગે આગળ વધીએ છીએ તેમજ ખોટાં અને અપ્રમાણિક માણસોને સાથ આપીએ છીએ. પછી આપણે એ બાબતે પોતે સાચા છે એવું માનતા હોય છે. સચ્ચાઈ જાણતા હોવા છતાં પણ આપણે સચ્ચાઈથી દૂર ભાગીએ છીએ. કારણકે આપણે બધાના પ્રિય બનવા માંગીએ છીએ. સચ્ચાઈ એ કડવી હોય છે અને અપ્રમાણિકતા ગુલાબ જાંબુ જેવી મીઠી.. જે બધાને મીઠાસ ગમતી હોય છે. અપ્રિય બનવું નથી. આ બધું કળયુગમાં ચાલ્યા કરે એવું માનનારા ભૂલી જાય છે કે આપણા કર્મો જ સતયુગ અને કળયુગ લાવે છે. શું આપણે સચ્ચાઈના માર્ગે જવા તૈયાર છીએ? પ્રતિભાવ આપવો ફરજિયાત નથી પણ આપણે આપણા દિલને પૂછીએ પછી નક્કી કરો કે ભવિષ્યમાં શું કરવું છે? મોડું કંઈ થયું નથી. જાગ્યા ત્યારથી સવાર.. મનોમંથન કરો તો તમને ઝેર પણ મળશે તેમજ અમૃત પણ. શું ઝેર છે અને શું અમૃત છે એ આપણે પોતે નક્કી કરવાનું છે. - કૌશિક દવે
अभिलाषा है दिल में सितारा चमके प्रतिबिंब में एक मीठी सी मुस्कान और ह्रदय में वो झंकार इच्छा देखने की मुस्कान से भरे जीवन की सितारा खुद ही बोल उठेंगे इच्छा बिना जिंदगी नहीं - Kaushik Dave
નહોતી સારી શકલ, હતી આવડત ના કોઈ ઓળખતું,બસ દોસ્તીમાં રહેતું અવાજ સંમોહિત, કળા ભારોભાર આજના એ સુપરસ્ટાર ભૂલથી બન્યા હતા હિરો કોઈ એમને લેવા તૈયાર નહીં છતાં ઝંઝીર તોડીને, કરી મુસાફરી બોમ્બે ટુ ગોવા આજે દોડતી એમની ગાડી અવાજના શહેનશાહ શાનથી કહે સજ્જનો અને સન્નારીઓ નમ્રતા, બોલવાની ખૂબી બોલીવુડના બાગબાન ભૂલથી બન્યા હતા હિરો! - કૌશિક દવે ---------------------
खो जाने का डर हर किसी को होता है। जो होता है अच्छे के लिए होता है ऐसा हमें मानकर चलना होगा। कुछ खो जायेगा तो कुछ पाने के लिए ही। ईश्वर कहते हैं कि बीती बातों को भूलकर नई शुरुआत करो। तुम्हारा इस दुनिया में कुछ नहीं था। जो है उससे संतुष्ट रहना होगा।तुम जो खो रहे हों वह कुछ न कुछ पाने के लिए ही खो रहे हो। इसलिए खो जाने का ग़म भूल जाओ और अपने कर्तव्य पथ पर आगे बढ़ते रहो। मैं कहीं खो जाऊं, अपने वजूद की परछाई भी भूल जाऊं, हर सांस में छुपा रहता है एक आशंका, खो जाने का डर, जैसे अंधेरे में खो जाने का डर। आशा की किरणें भी जब धुंधली पड़ जाएं, हर खुशी जैसे मिट जाए, फिर भी दिल का सागर हल्का हो जाए, खो जाने का डर, फिर भी मन को सुकून दे जाए। किसी ने कहा, खोने के बाद ही तो पाना है, शायद इसी में है जीवन का मज़ा है, कुछ खो कर ही तो हम औरों का अर्थ समझते हैं, खो जाने का डर, फिर भी एक अनमोल खजाना है। तो फिर मैं भी खो जाऊं, सिर्फ़ अपने आप को ही भूल जाऊं, खो जाने का डर, पर साथ ही एक नया सवेरा, खो जाने का डर, तो जीवन का एक अनोखा सवेरा। - कौशिक दवे - Kaushik Dave
આજે મારા પિતાજીની ૨૮ મી પુણ્યતિથી છે.. એમની યાદમાં એમની એક રચના "બંસરીનો નાદ સૂના દે" કરાંચીથી પ્રસિદ્ધ થતું ગુજરાતી મેગેઝીન 'અમનચમન' ના દીવાળી (૧૯૪૬) અંકમાં પ્રસિદ્ધ થઈ હતી. મારા પિતાજીએ ૧૯૪૬ માં લખેલી કવિતા અને AI દ્વારા રિવ્યૂ.. "બંસરીનો નાદ સૂના દે" બંસરીનો નાદ સૂના દે કાના ! તારી બંસરીને નાદ સૂના દે. જામ્યો પ્રચંડ જંગ હિંદની એ ભોમમાં, સાચો તું રાહ બતા દે, કાના ! તારી બંસરીનો નાદ સૂના દે. ભૂખે ભટકે તારાં ભોળાં એ ભોલકાં, ભાવિનું ભાન ભૂલા દે. કાના ! તારી બંસરીનો નાદ સૂના દે. પીડિતને ટાળવા ને પાપીને મારવા, મીઠો તું સૂર જગા દે . કાના ! તારી બંસરીનો નાદ સૂના દે. યુદ્ધો શમાવવાને શાંતિ ફેલાવવા, ધીમો તું સૂર ફૂંકી દે; કાનાં ! તારી બંસરીનો નાદ સૂના દે. હિંદની આઝાદીને શાશ્વત બનાવવા, અમૃત શો નાદ જગા દે; કાના ! તારી બંસરીનો નાદ સૂના દે. બંસરી છે નાદ સુના દે, કાન્હા ! તારી બંસરીનો નાદ સૂના દે. -બિહારી દવે (બાંકે )* સંવત ૨૦૦૩ By AI Review This Gujarati poem, "Bansarino Naad Suna De" by Bihari Dave (Baanke), is a heartfelt plea to Lord Krishna (Kana) to play his flute (bansari) and bring about positive change. The poem's core message can be summarized as: A call for guidance and peace:The poet implores Krishna to show the right path amidst conflict ("prachand jang Hindni e bhemma") and bring peace by calming disputes ("yuddho shamavavane shanti felavava"). A plea for justice and relief from suffering:Krishna is asked to play a sweet tune to alleviate the pain of the oppressed ("piditne talva") and vanquish the wicked ("papine marva"). A wish for enlightenment and a brighter future:The poem expresses a desire for Krishna's flute to awaken a sense of future and guide those who are lost ("bhaveenu bhan bhulade"). A prayer for eternal independence:The ultimate wish is for Krishna's divine music to ensure the eternal freedom of India ("Hindni aazadine shashwat banavava").
https://www.matrubharti.com/novels/51294/single-mother-by-n-a
આંખમાંથી નીકળતું આંસુ જોયું આંખના ખુણામાં આંસુ જોયું નાનું ટીપું, હતું ભાવ ભરેલું, ક્યાંથી આવ્યું, કોણ જાણે. આંખના ખુણામાં જોયું નગર સુખના કે દુઃખના એ નગર યાદોનું વન ગૂંથાયેલું હતું સ્મૃતિઓનું સરનામું જાણે! લાગણીશીલ સ્વભાવના હોય આંસુ હૃદયની વાત કહેતું હોય હ્રદય સંવેદનાથી ભીંજાયેલું, મૌન રહી ઘણું કહેતું જાણે. આંખોમાં છલકતો સાગર પોતા પ્રત્યે પ્રેમ ભાવ નગર આશાનું કિરણ દેખાતું, ધીરજ ધરી જીવતું જાણે. ખુણામાં છુપાયેલું આંસુનું નગર એક રહસ્યમય સફર, હેતની સફર ભીતરની વાતો લઈને, જાણે કહેતું આંસુ આવતું, હ્રદય સ્પર્શી જાણે. - કૌશિક દવે - Kaushik Dave
સવાર પડતા સાંજ આવી, જીવન ચક્ર ફરતું રહેશે, મનન કરો આ સફરમાં, કેવું જીવન જીવવું આપણે. સાંજ પડે તો દર્શન કરવું, ઈશ્વરનું નામ લેવું, સત્ય અને શાંતિથી જીવવું ,હૃદયને પાવન કરવું. સાંજનો સંદેશો આપે એવો, કર્મનું ભાથું બાંધો, થોડું પુણ્ય કરો પ્રેમથી, દુઃખોને દૂર હાંકો. જીવન સંધ્યા સમયે, સત્કર્મ કરો સાચા, શ્રદ્ધાથી જીવો જીવન, મન નિર્મળ રાખજો. જીવનની સંધ્યાએ, એકલતા દૂર કરવી, થોડો સ્વભાવ સુધારીને, કુટુંબ સાથે ભળવું. નવી સવારની આશામાં, સાંજને માણો પ્રેમથી, જીવનની દરેક ક્ષણને, સ્વીકારો ખુશી ખુશીથી. - કૌશિક દવે - Kaushik Dave
जय जगन्नाथ 🙏 - Kaushik Dave
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser