Quotes by Miralkumar Gambhir in Bitesapp read free

Miralkumar Gambhir

Miralkumar Gambhir

@miralgm


એક પળને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
આ જીવનને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા

એક ચીઠ્ઠી આપણે વાંચ્યાં કરી વર્ષોના વર્ષો તે છતાં
ખુશખબરને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા

કંઈક રાતો આંખને મીંચ્યા વગર બંને જણા બેસી રહ્યાં
જાગરણને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા

આપણી અંદર રહીને રોજ આપણને જ જે પીતી રહી
એ તરસને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા

અન્યને રાજીખુશી મંઝિલ સુધી જે લઈ ગયો એ માર્ગનાં
છળકપટને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા

ભાવિન ગોપાણી

Read More

ખોટા સામે નમવા કરતા સાચા સાથે ઉભા રેહતા શીખવું વધારે યોગ્ય છે..

મૈત્રી,
એટલે
છલોછલ ભરેલું હોય હ્રદય ...
ને
તોય સદા જગ્યા જ જગ્યા !!

આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી..
પણ
આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ આપણને ગમે એ જ ખરો સંબંધ.

Read More

સંબંધ મોટા નથી હોતા,
સબંધ સાચવનારા મોટા હોય છે.

દુઃખ જ્યારે ચરમ સીમા પર હોય,

ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે ..!!

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ
કારણ કે,
દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે
પરંતુ દ્રષ્ટિકોણ નો નહીં...

દીકરીના જન્મ વખતે,
મીઠાઈ પણ ના વેહચી કોઈએ,
અને, આખી દુનિયામા,
સુંદર વહુ ગોતવા નીકળે છે.

શબ્દોને રજૂ કરો છો એ જ મહત્વનું છે.
બાકી,
દરેકને તમારા શબ્દો ગમે એ જરૂરી નથી હોતું..

હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે "
સ્વામી વિવેકાનંદ

Read More