Quotes by Niya in Bitesapp read free

Niya

Niya

@niya.97


કહેવું તો હવે અલવિદા છે ,
પણ આ જંજીરો કયાં છોડે જ છે …

એકદમ હળવેકથી શ્વાસ લઉં છું હું
તું મારા હૈયાની ટોચ પર જો બેઠો છું…

તકલીફ ના અપાયને તને …

ઊંધ માથી ઉઠીને આમ-તેમ ગોતું છું તને
સપનાં માં એટલો નજીક આવી જાય છે તું

ઉફફ

નકકી કરવું અઘરું થઈ જાય છે
આ સપનું હતું કે હકિકત

Read More

અધુરો જ રહ્યો સફર હંમેશા મારો
ક્યારેક રસ્તો ખોવાઈ ગયો
તો ક્યારેક મનગમતો સથવારો …..

બે પળની એ મુલાકાતમાં નહતી ખબર આખી જીંદગી જીવી જવાશે ,
ફરી હવે કયારે મળીશું એ ભુલી એકમેકમાં ખોવાઈ જવાશે ….

Read More

તડપ એટલી છે કે જોરથી ભેટી લઉં તને ,
નસીબ એવા છે કે જોવા માટે પણ તરસું છું …

એક દિકરી જે પિતાની ખુશી માટે આજીવન પિંજરામાં કેદ થવા તૈયાર થઈ જાય…
ને
એક પિતા જે સમાજની બેડીથી જકડાઈ પોતાની દિકરીને મુક્ત પણે ઉડવા પણ ના દઈ શકે …

આ વ્યથા બસ એક પિતા ને પુત્રી જ સમજી શકે …

Read More

જો પુનર્જન્મ જેવું કાંઈ નઈ હોય તો ,
અનંતતા માટે તમે અમને ખોઈ દીધા …!

બસ નઈ મળીયે હવે ક્યારેય આપણે…

માત્ર કહેવા ખાતરનો પ્રેમ હોત તો ભૂલાય જાત
પણ આ જીવ તારામાં અટકી ગયો છે બોલ શું કરું ?

આગળ વધવું છે , પણ વધી શકાતું નથી
પાછા વળવું છે , પણ વળી શકાતું નથી
જ્યાં છું ત્યાં જ રહેવું છે , પણ રહી શકાતું નથી
જીવન ચાલી રહ્યું છે પણ મન અટકી ગયું છે

આપણી છેલ્લી મુલાકાતમાં …..

Read More