Quotes by Awantika Palewale in Bitesapp read free

Awantika Palewale

Awantika Palewale

@palewaleawantikagmail.com200557
(30)

આંખોની નમીને પણ સમજે તે મા છે.
હૈયાની વાત વણકહી સમજે તે મા છે.
મારા થકી તેનું સર્વ જગત છે તે મા છે.

મારાથી પણ મને વધુ ઓળખે તે મા છે.
દરેક દુઃખમાં પાસે હોવાનો અહેસાસ તે મા છે.
છુપાવાના પ્રયત્ન મારા નિરર્થક તે મા છે.

નખરાં મારા જાણી નિર્ણાયક બને તે મા છે
વગર કારણે મારા પર ગુસ્સે થતી તે મા છે.
કારણ વગર હસીને વાત સંભાળી લેતી તે મા છે.

હોય જો હું નારાજ તો મને મનાવે તે મા છે.
નિષ્ફળતામાં હંમેશા મારી સાથે રહે તે મા છે.
થોડુ બેસૂરુ પોતાનું ગાયન ગાય છે તે મા છે.

આમ તો વિશાળ મન રાખે તે મા છે.
પણ દૂર હું જાઉં તો સંકોચાય તે મા છે.
વેદનાં જગતની સર્વ શ્રેષ્ઠ મિત્ર તે માં છે.

Read More

પ્રણય જેવું લાગે તો જરા પાછા વળો ‌
કોઈ નિવારણ મળે તો જરા પાછા વળો.

મજા એકલતા જિંદગીમાં જરા માણી લેજો.
યાદ નથી દિશા તો જરા પાછા વળો.

ભર ઉનાળે ભીનાશ નો ખ્યાલ જરા નહીં આવે.
માત્ર આંખો જ નહીં ઝાકળ જો નસમાં તો પાછા વળો.

જો હાથની હથેળીમાં રાખવા છતાં તમે,
કંટકનો આભાસ થતો હોય તો પાછા વળો.

જતું કરવાની આગવી આદત છે અમારી.
ક્યાંય ગેરસમજણ થતી હોય તો પાછા વળો.

આમ ખુલ્લા આકાશે તરછોડી ના શકાય,
જો આગમન બીજાનું હોય તો પાછા વળો.

શ્વાસ છુટી જશે વેદનાંના તમારાં પ્રણ થકી,
નિશ્ચય તમે કર્યો છે તો જરા પાછા વળો.

Read More

અંતરમાં ફેલાતા અંધકારને આલિંગન.
દરેક ભૂલ પર સજાના બદલામાં આલિંગન.

લાગણીની પીડા ને દૂર કરવા આલિંગન.
અજાણ્યા રસ્તા પર ભટકવાને આલિંગન.

ધીરે ધીરે હૃદયમાં થતા પ્રેમના ઉદયને આલિંગન.
અનુભૂતિ ના આધારે શબ્દોની સહજતા ને આલિંગન.

હતાશા વચ્ચે અથડાતી પછડાતી ને આલિંગન.
દરિયાના પ્રેમને નાકામ સાંભળવામાં આલિંગન.

પ્રકૃતિની વિશાળતા માં પાંગરતા પ્રણયને આલિંગન.
વેદનાં ફૂલોની સુગંધમાં ફેલાતું મઘમઘતું તારું આલિંગન.

Read More

શેની આસ્થા છે, હવે તો તું જ કહે,
ચાતકની તરસ પર કે મારી ચાહ પર!

કેવી આસ્થા છે, હવે તો તુ જ કહે,
મોરની રંગીનતા કે મારી દ્રષ્ટિના રંગ!

ક્યાં આસ્થા આવી, હવે તો તુજ કહે,
કલપનાની વેદનાં પર કે હ્દયનાં ઘાવ પર

શું આસ્થા જીવનમાં, હવે તો તુજ કહે,
મંદિરમાં વાગતો રણકાર કે વાંસળીનો નાદ!

તારાં આવવાથી આસ્થા આવી હોય છે?
હવે મને પરી કથા પર આસ્થા જ ન રહી!

Read More

મનનો ઉજાસ લખું છું!🌹

હદમાં ક્યાં હદ છે મારી.
અનહદ તારી આંખો છે.

ભાષામાં ક્યાં લય છે મારી.
તારા શબ્દોના ભાવ છે અહીં.

બંધ હોઠ પાછળ ઘણું છુપાય છે.
આકારને વળાંક ક્યાં શોધ્યા છે.

એવું નથી તું જ છે આસપાસ.
પણ આ અરીસા ને ક્યાં શોખ છે.

લાગણી તો વધઘટ થતી રહે છે.
પૂનમ ને અમાસ વેદના આવતી રહે છે.

અનુભવના ભાર સમજણ હેઠે દબાય છે.
હવે છોડી બધું રાહ નવી બનાવી છે.

Read More

નયન ઉચકયા ત્યાં મળ્યા તમે.
ધબકતા હૃદયમાં દેખાયા તમે.

મારી ઉડતી લટ્ટો માં ફસાયા તમે.
શ્વાસે શ્વાસે રમ્યા તમે.

મારા રંગોમાં રંગાયા તમે.
દરેક શબ્દોમાં પોરવાયા તમે.

મારા સપનામાં મૂંઝાયા તમે.
મારા ભાસમાં તણાયા તમે.

વેદના નું આમંત્રણ નહોતું તમને.
ચાલતા ચાલતા રસ્તે ભટકાયા તમે.

ઘણા કતારમાં ઊભા રહ્યા છે.
ખોટા પ્રણયમાં ફસાયા તમે.

મને નહોતી ખબર આવ્યા તમે.
માન ન આપત,અભિમાની બન્યા તમે.

Read More

ભરોસા નો વિશ્વાસ મારી વાતનો કરી લેજે.
ચાહું છું તને અનહદ તું ભરોસો કરી લેજે.

મારા દિલનો હાલ એકવાર સાંભળી લેજે.
મારા આપેલા વચન પર વિશ્વાસ કરી લેજે.

તારી જાતને તું એકલી સમજતી નહીં, હું છું.
પડછાયો તારો બનાવી ભરોસો કરી લેજે.

તારા વગર હું રહી ના શકું એ જાણી લેજે
દગો આપવો ફિતરત મારી સમજી લેજે.

તારા ચહેરાને નજર કેદમાં કરી લેજે.
વેદના લાશ બની જિંદગી જીવી લેજે.

આપ્યો કિસ્મત એ દગો સમજી લેજે.
તારો સહારો હું બનીશ ભરોસો કરી લેજે.

પાછા ફરવાનું વચન આપ્યું છે જોઈ લેજે.
સમજીને શ્વાસ ભરોસાથી લઈ લેજે...

Read More

થોડું તો અંતર રાખ તારું ને મારુ!
શેના મિજાજ ના રંગત બદલે છે!

પાણી છું હું દરેક આકાર લઈ લઈશ!
આમ મને માપવાના કિમિયા ના કર!

મૌનમાં જ સમર્પણનું અર્પણ કર્યું છે!
મને સંકેતમાં દોરવાનો રૂવાબ ન કર!

ઝરણાની જેમ વહેતી રહું છું તારામાં!
દરિયાની ખારાશ જીભ પર ના લાવ !

શબ્દોથી લખી બતાવવું જરૂરી થોડું છે !
આમ આંખોના પાણીને વહેતા ના કર!

વેદના આ બંધનથી બંધનમાં છૂટી જ છે!
આમ શ્વાસ સાથે રમવાના અખતરા ના કર!

Read More

મને મારા મૌનમાં મલકવાની ટેવ છે.!
તને ના ગમે તો હું શું કરું!!!

મને મારા એકાંત ની મજા માણવી છે!
તું ના સમજે તો હું શું કરું!!!

મને તો લહેરો સાથે રમવાની ટેવ છે!
તને બીક જો પાણીની તો હું શું કરું!

મને તો પતંગિયા ના રંગો ની મોજ છે!
તને જો બાગ ના ગમે તો હું શું કરું!!

મને હવાની અલ્લડતા સ્પર્શવાની ટેવ !
તને ચાર દીવાલો ગમે તો હું શું કરું!

વેદના ને નકારનો ના ભણવાની ટેવ છે!
તને હકારમાં ધૂણવુ ગમે તો હું શું કરું!

Read More