Quotes by P M Devani in Bitesapp read free

P M Devani

P M Devani

@pmdevani1378


મદદ મેળવવા ફેલાયેલા હાથ સામે આમ જોયા ના કરો,
પસ્તાવો થાય એ ભૂતકાળ પર તો એને વાગોળ્યા ના કરો,
ન થઇ સકેલી મદદ પર આમ વિચારી મનોમન રોયા ના કરો,
સ્વચ્છ થઇ ચૂકેલા એક હૃદય ના સંવેદન ને આમ આંસુ થી ધોયા ના કરો,
અને પારખી લો જો સામેવાળા ને જો આંખો થી તો પછી,
એ દોસ્ત જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દો ,આમ શબ્દો મા અટવાયા ના કરો.

Read More

ઘણા કરેલા સારા કર્મો મા પણ ક્યાંક કસે ત્રુટી દેખાય છે,
પણ ચંદ્ર ની ચાંદની તો તેના ડાઘ સાથે જ વખણાય છે.

ઉત્તમ રીતે તો ક્યાં કોઈ કોઈ ને જણાય છે,
પણ થોડી ખામી સાથે ની પસંદગી મા જ આનંદ અનુભવાય છે.

-મન નો મોરલિયો

Read More

ગમે તેવી પરિસ્થિતિ મા ચહેરો હસતો રાખતા શીખવાડે છે, એ માઁ જ છે જે લાગણી અને સહનશક્તિ શીખવવા હૃદય મા ભીનો રૂમાલ રાખે છે.

કુંભાર ના ઘડા ની માફક ટીપી ટીપી ને દુનિયાદારી શીખવાડે છે, પિતા જ્યારે સૂર્ય ની જેમ પ્રેમ વરસાવે છે ત્યારે જ આ જુવાની ને સમજણ ના ફૂલ આવે છે.

-મન નો મોરલિયો

Read More