Quotes by Pm Vala in Bitesapp read free

Pm Vala

Pm Vala

@pmvala5838
(806)

કાગળ પર કલમ આ ચાલવા લાગી
સાંભળને તને એ કાંઈ કહેવા લાગી
તું મારા જીવનમાં જ્યારથી આવી
ત્યારથી શબ્દોને લઈને એ વહેવા લાગી

દુર ગગનમાં ક્યાંક પ્રેમ મળે
પ્રેમ મળે અને તેનું વાદળ બને
વાદળ બની અને તારા ઉપર વરસે છે
પણ તારા વીના એ તો તરસ્યુ મરે

સપના બનીને સાથે રહેવા લાગી
કાળી રાતો તારા વિશે કહેવા લાગી
ખાલીખોટી વાતો કાઢી મનથી
બસ તારા વિચારો જ એ કરવા લાગી

કાગળ પર કલમ આ ચાલવા લાગી
સાંભળને તને એ કાંઈ કહેવા લાગી
તું મારા જીવનમાં જ્યારથી આવી
ત્યારથી શબ્દોને લઈને એ વહેવા લાગી

- Pm Valaનાં પાનામાંથી

Read More

" તને ખબર ના હોય
તો કહી દવ,
આંખોથી હિંટ તો આપ
પ્રેમનો પાસવર્ડ કહી દવ "
- Pm Vala

" તરસ્યા છે એટલે
મૃગજળ જોઈને પણ દોડી જવાઈ છે,
નહી આવો તમે ખબર છે છતાં
એ જ રસ્તે તમારી રાહ જોવાઈ છે "
-PMVALA