કાગળ પર કલમ આ ચાલવા લાગી
સાંભળને તને એ કાંઈ કહેવા લાગી
તું મારા જીવનમાં જ્યારથી આવી
ત્યારથી શબ્દોને લઈને એ વહેવા લાગી
દુર ગગનમાં ક્યાંક પ્રેમ મળે
પ્રેમ મળે અને તેનું વાદળ બને
વાદળ બની અને તારા ઉપર વરસે છે
પણ તારા વીના એ તો તરસ્યુ મરે
સપના બનીને સાથે રહેવા લાગી
કાળી રાતો તારા વિશે કહેવા લાગી
ખાલીખોટી વાતો કાઢી મનથી
બસ તારા વિચારો જ એ કરવા લાગી
કાગળ પર કલમ આ ચાલવા લાગી
સાંભળને તને એ કાંઈ કહેવા લાગી
તું મારા જીવનમાં જ્યારથી આવી
ત્યારથી શબ્દોને લઈને એ વહેવા લાગી
- Pm Valaનાં પાનામાંથી