Quotes by રાહુલ ઝાપડા in Bitesapp read free

રાહુલ ઝાપડા

રાહુલ ઝાપડા Matrubharti Verified

@rahulbharvafworldgma
(87)

સ્વૈરવિહારી

epost thumb

મારા ઉંબરે ખરી રહ્યા છે પાન,
થોડો શીતળ વાયુ વનનો વાય.
આજે એક હાથ મારા હાથમાં છે,
પણ... હું હજી કોઈને યાદ કરું છું.

પ્રેમ ભરી મહેફીલ છે ચારે તરફ,
હુંય ખુશ થવાનો પ્રયાસ કરું છું.
છતાય અંદર એક બંદ ખુણો છે.
જ્યાં... હું હજી કોઇને યાદ કરું છું.

અરે.. તારા કાળા નયન જ નહી,
મને તો તુ પણ ચારે કોર દેખાય.
કોણ! જેણે મને ઘાયલ કર્યો હતો,
જેને... હું હજી પણ યાદ કરું છું.

મારું હૈયું તેને કદાચ માફ કરશે,
ભાવી માટે મારે પ્રારંભ કરવો છે.
આ પ્રારંભ માટે કોઇક ક્યાક હશે,
પણ... હું હજી કોઇને યાદ કરું છું.
- રાહુલ ઝાપડા

Read More

મારા ઉંબરે ખરી રહ્યા છે પાન,
થોડો શીત વાયુ વનનો આવે છે.
આજે એક હાથ મારા હાથમાં છે,
પણ.. હું હજી કોઈને યાદ કરું છું.

પ્રેમ ભરી મહેફીલ છે ચારે તરફ,
હુંય ખુશ થવાનો પ્રયાસ કરું છું.
છતાય અંદર એક બંદ ખુણો છે,
કારણ કે હું હજી કોઇને યાદ કરું છું.

એક તારા કાળા નયન જ નહી,
મને તો તું ચારે દિશાઓમાં દેખાય.
કોણ? જેણે મને ઘાયલ કર્યો હતો,
પણ.. હું હજી કોઇને યાદ કરું છું.

મારું હૈયું તેને કદાચ માફ કરશે,
ભાવી માટે મારે પ્રારંભ કરવો છે.
આ પ્રારંભ માટે કોઇક ક્યાંક હશે,
પણ... હું હજી કોઇને યાદ કરું છું.
-રાહુલ ઝાપડા

Read More