अहं ब्रह्मास्मि...

ધીમે ધીમે હું એ ઢળીશ ને તું એ!
ધબકાર છે તું, સમજી લે તું એ...

-ધબકાર

ખબર મને નહીં સમજી શકું તને!
બસ... દૂર રહી જાઉં,
ઓછાયો ના પડવા દઉં!
તારી ખુશી... તું, તારી દુનિયા...

-ધબકાર

ઈશ... એકદમ શાંત કરી દે બસ,
લાગણીઓ ખેંચી ગુમનામ કરી દે...

-ધબકાર

કરતો હતો...
શબ્દો ગોઠવ્યાં વિના વાત!

ઈચ્છતો હતો...
આંસુ છુપાવ્યા વિના મુલાકાત!

માંગતો હતો...
એની પનાહમાં દરેક રાત!

-ધબકાર

Read More

હું લડ્યો છું ને લડતો રહીશ,
પરિસ્થિતિ સામે પડતો રહીશ.

-ધબકાર

કારણ ખુશાલીનું બસ એકજ રાખ્યું,
તું બસ યાદ કરે, હું ખુશીથી છલકાઉં.

-ધબકાર

ફરી અળગો કર્યો, હતો એવો ને એવો,
એનાથી, લાગણીથી, એના જીવનથી,
હું થંભી જાઉં ચાલ, પણ શ્વાસ જોને!
રોકાઈ જાઉં ફરી, આ વિશ્વાસ જોને!

-ધબકાર

Read More

કહી દે ને તું...
હાથ પકડી, ખેંચી, લઈ જઈશ મારી દુનિયામાં,
આ સવાલોથી દુર...
જ્યાં બસ મારો ખોળો, લાગણીઓ, બસ હોય તું!

-ધબકાર

Read More

ફરી હતો ત્યાંજ એકાંત ના સાથમાં,
ફરીથી ઝકડ્યો એણે બાહુપાશમાં,
ફરિયાદ તો શું કરવી! મળ્યું એ બહું,
ચમકી ઉઠીશ ક્યારેક હું આકાશમાં.

-ધબકાર

Read More

હું ને મારી લાગણી બંને ને બનાવ્યા મેં મજાક છે,
રેડતો રહું છું હું...
મનેય ને મારી લાગણીઓને પણ અવીરત એમજ.

-ધબકાર

Read More