Quotes by Tr. Mrs. Snehal Jani in Bitesapp read free

Tr. Mrs. Snehal Jani

Tr. Mrs. Snehal Jani Matrubharti Verified

@s13jyahoo.co.uk3258
(1.1k)

આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે થોડું ચા વિશે જાણીએ.


https://www.matrubharti.com/book/19905797/new-about-tea

-Tr. Mrs. Snehal Jani

સફળતા માટે મેં અગાઉ ઘણું બધું લખ્યું છે. આજે માત્ર એની લિંક શેર કરું છું. વાંચીને કહેજો કેવું લાગ્યું.🙏


https://www.matrubharti.com/novels/25186/safadtana-sopano-by-tr-mrs-snehal-jani


#Success

Read More

જો તમારો કોઈ દુશ્મન નથી તો એનો અર્થ એ છે કે તમે એ
જગ્યાએ પણ મૌન રહ્યા છો જ્યાં બોલવાનું બહુ જરૂરી હતું. ધ્યાન રાખવું કે દરેક વખતે મૌન એ તાકાત નથી. ક્યારેક અન્યાય સામે બોલવું પણ જરૂરી બની જાય છે.
દરેક વખતે મૌન રહેવાથી માનસિક શાંતિ તો ડહોળાય જ છે, સાથે સાથે સંબંધોમાં કડવાશ પણ ઊભી થાય છે. મૌન રહીને બહારથી ભલે આપણે શરણાગતિ સ્વીકારી લેતા હોઈએ છીએ, પરંતું અંદરથી તો સામેની વ્યક્તિ પ્રત્યે આપણે ધૃણા જ અનુભવતાં હોઈએ છીએ.
માટે દરેક વખતે મૌન તાકાત છે એવું માની લેવાની જરૂર નથી. ક્યારેક શબ્દો પણ તાકાત બની શકે છે.#Strength

Read More

જોયા ઘણાં મેં જેમની પાસે હતું ઘણું,
જોયા એ જ લોકોને હંમેશા રડતાં ને રડતાં,
કારણ માત્ર એ જ હતું કે ઘણું બધું ભેગું
કરતાં કરતાં ભૂલ્યા એ હસવાનું.
દવા છે હાસ્ય સર્વ રોગોની,
શરૂઆત છે હાસ્ય એકમેક સાથેનાં સંબંધો વિકસાવવાની,
જુઓ બાળકને એનાં નિર્દોષ હાસ્ય સાથે,
ભૂલી જશો તમામ તકલીફો થોડા સમય માટે.
શીખો એ જ બાળક પાસે,
કેવી રીતે જીવવું નિર્દોષ હાસ્ય સાથે.


#Smile

Read More

એકબીજાનાં સુખદુઃખમાં સાથ આપવા માટે ક્યાં કોઈ સંબંધમાં જોડાવું જરૂરી છે? બસ, હૈયામાં માનવતા જીવંત હોય એટલે બધું આપોઆપ જ સારું થાય.#Relationship

Read More

એક સરસ મજાનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું પ્રવાસન સ્થળ.Tr. Mrs. Snehal Jani લિખિત વાર્તા "પદમડુંગરી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19959922/chalo-farva-jaiye

Read More

આટલી ગરમીમાં જો ઘરની બહાર જવાનું મન ન થતું હોય અને છતાંય ફરવું હોય તો યુ ટ્યુબ ચાલુ કરીને બેસી જવું. કોઈ ખર્ચો નહીં ને ઘણી બધી જગ્યાઓ જોવા મળશે.
આ સિવાય હું તો છું જ તમને ફરવા લઈ જવા માટે!😀
નીચેની લિંક ખોલો અને જુઓ કે હું તમને ક્યાં ક્યાં ફરવા લઈ જાઉં છું...
તો ચાલો, ફરવા જઈએ...
https://www.matrubharti.com/novels/46358/chalo-farva-jaiye-by-tr-mrs-snehal-jani.

Read More

વાંચન કેટલું મહત્ત્વનું છે એ અંગેના મારા વિચારો આ મંચ પર હું રજૂ કરી ચૂકી છું. નીચેની લિંક થકી તમે એને વાંચી શકશો.https://www.matrubharti.com/book/19958778/reading-and-thinking-the-key-to-a-healthy-mindset#Reading

Read More

દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું સહેલું નથી, પણ અશક્ય પણ નથી. જો વ્યક્તિ સારા સારા પુસ્તકોનું વાંચન કરે, પોતાની આજુબાજુ સકારાત્મક વ્યક્તિઓને જ રાખે, અને હંમેશા સકારાત્મક જ વિચારે તો ક્યારેય નિરાશ થવાનો વારો આવતો નથી.

સકારાત્મકતા કોઈ અન્ય વ્યક્તિમાં લાવી શકતું નથી, માત્ર એને એ દિશામાં લઈ જવા મદદ કરી શકે છે. જેમ તમે વ્યક્તિનાં મોં સુધી કોળિયો લઈ જાઓ, પણ એને ચાવીને ગળે તો એ વ્યક્તિએ પોતે જ ઉતારવો પડે, એમ ઘણી બધી બાબતો વ્યક્તિને સકારાત્મક રહેતાં શીખવે, પણ સકારાત્મક બનવું તો એણે જાતે જ પડે.

પોતાની જીવનશૈલી કે આહારશૈલી બદલવાની કોઈ જ જરુર નથી. માત્ર વિચારશૈલી બદલો એટલે આપોઆપ સકારાત્મક થઈ જવાય.#Positive

Read More

રુઠી છે કુદરત માનવીથી,
જોઈને કપાતાં વૃક્ષો...
છીનવે છે માનવી પક્ષીના
રહેઠાણ, બાંધવા પોતાનાં મકાન...

#Nature