નાનાં અમથા બાળ અમે તો,
હસતાં રમતાં રહીએ સદાય!
થાય ઝગડો કદી કોઈ સાથે,
પળભરમાં બોલીએ ફરી સાથે!
જવાબદારી ન કોઈ માથે,
લાડ લડાવે સૌ કોઈ અમને!
વ્હાલા અમે તો શુ કોઈનાં,
કોઈની રીસ રહે ન અમ પર!
'બાળદિનની શુભેચ્છાઓ'
સાથે સાથે એ તમામ મોટેરાઓને શુભેચ્છાઓ કે જેમણે મનનાં એક ખૂણે બાળકને જીવંત રાખ્યું છે.😊