Quotes by Sanjay Sheth in Bitesapp read free

Sanjay Sheth

Sanjay Sheth

@sanjay5981
(90.5k)

प्रेम को सत्य तभी जानिए,
जब दिल से दिल का रास्ता बने,
शब्दों की चमक में ना उलझें,
जो हृदय में झांके, वही प्रेम ठहरे।
नजरों में सच्चाई का आलम हो,
चाहत में बस विश्वास का मरहम हो,
प्यार वो जो आत्मा को छू ले,
दिल के हर कोने को सुकून दे।

Read More

નવું વર્ષ આવે એટલે શુભેચ્છાઓ આપવી એ એક માનવીય ભાવ છે. કોઈ કહે “Happy New Year”, કોઈ કહે “નૂતન વર્ષ અભિનંદન”, અને ગુજરાતમાં વર્ષોથી એક મીઠો શબ્દ વપરાતો આવ્યો છે – “સાલ મુબારક”. પરંતુ અફસોસ એ છે કે આજના સમયમાં કેટલાક લોકો અધૂરી જાણકારીથી કહેવા લાગે છે “આ શબ્દ મુસ્લિમ છે, ન બોલવો જોઈએ!”

પરંતુ હકીકત કોઈ વ્હોટ્સએપ મેસેજ પર આધારિત નથી; તે ઈતિહાસ અને સંસ્કૃતિના દસ્તાવેજોમાં વસે છે.

“સાલ મુબારક” શબ્દનો સાચો ઈતિહાસ એ કહે છે કે “મુબારક” શબ્દ પારસી (પર્શિયન) મૂળનો છે.
સદીયો પહેલાં જ્યારે પારસી લોકો ઈરાનમાંથી ભારત આવ્યા, ત્યારે તેઓ સાથે લાવ્યા પોતાની સંસ્કૃતિ, તહેવારો અને શુભકામનાઓ આપવાની રીત.

તેમની ભાષામાં “નવું વર્ષ મુબારક” કહેવાનું – “સાલ મુબારક”।

ગુજરાતની માટીએ આ શબ્દને ગળે ઉતાર્યો, પ્રેમથી અપનાવ્યો.

આ શબ્દ કોઈ એક ધર્મનો નહીં, પરંતુ ભારતના સંસ્કૃતિ-સંગમનું પ્રતીક બની ગયો.

પારસી સમાજે ભારતમાં દૂધમાં સાકરના દાણા જેમ ભળી જઈને, ટાટા, ગોદરેજ, વાડીયા, બોમ્બે હાઉસ જેવી સંસ્થાઓથી લઈને દાન, શિક્ષણ, ઉદ્યોગ અને રાષ્ટ્રપ્રેમ સુધીનું અનન્ય યોગદાન આપ્યું.

તો વાંધો ક્યાંથી આવ્યો? કેટલાક લોકો માત્ર નામ સાંભળીને અર્થ ઘડી દે છે.
કોઈ કહે – “મુબારક શબ્દ મુસ્લિમ છે.” કોઈ કહે “આ વાપરશો તો ધાર્મિક મતલબ થઈ જશે.”

પરંતુ સાચું એ છે કે
શબ્દને ધર્મ નહીં, તેનો ભાવ અર્થ આપે છે.
શુભેચ્છા કોઈ એક મજહબની મિલ્કત નથી – તે માનવતાની સંપત્તિ છે.

“વ્હોટ્સએપ યુનિવર્સિટી”માંથી મળેલી ખોટી માહિતી પર આધાર રાખવાથી નહીં, ઈતિહાસ વાંચવાથી વિચાર બદલાય છે.

આધુનિકતા અને પરંપરા બંને સાથે શક્ય છે જો કે આજ ના સમયમાં “Happy New Year” કહેવું ખોટું નથી.
પરંતુ “સાલ મુબારક” ભૂલી જવું પણ યોગ્ય નથી. આપણે બંને કહી શકીએ:

દિલથી: “સાલ મુબારક”,

અને વિશ્વને જોડતાં: “Happy New Year!”


એક આપણું છે, બીજું દુનિયાનું છે અને બંને સાથે બોલવામાં સૌંદર્ય છે, સંસ્કાર છે.

Read More

झूठ के सामने मौन

साँसों का रुक जाना ही मृत्यु नहीं,
मृत्यु तो उस दिन होती है,
जब इंसान झूठ के सामने चुप हो जाए,
और सत्य बोलने का साहस खो दे।

धड़कता हुआ दिल भी निर्जीव हो जाता है,
जब अंतरात्मा की आवाज़ दबा दी जाती है,
और आँखें झूठ देख कर भी,
अन्याय को न्याय मान लेती हैं।

जीना सिर्फ़ साँस लेना नहीं है,
जीना है सत्य को ऊँची आवाज़ में कहना,
अन्याय के सामने दीवार बनकर खड़ा रहना,
चाहे दुनिया पूरी की पूरी झूठी ही क्यों न हो।

जिसने यह नैतिकता खो दी,
वह तो जीते-जी मरा हुआ है,
क्योंकि मृत्यु शरीर से नहीं,
पहले मन से शुरू होती है।

Read More

પરિવર્તન – જીવનનો શ્વાસ

જીવન એક સતત યાત્રા છે અને એ યાત્રાનો પ્રાણ છે—પરિવર્તન. જે બદલાતું નથી તે જડ બની જાય છે. જેમ વહેતી નદી પોતાના પ્રવાહમાં જીવન વહન કરે છે, તેમ બદલાવ જીવનને નવી ઊર્જા અને નવી દિશા આપે છે. સ્થિર પાણી હંમેશાં દુર્ગંધ પેદા કરે છે, જ્યારે વહેતું પાણી તાજગી અને સ્વચ્છતા આપે છે. આથી પરિવર્તન ફક્ત અનિવાર્ય જ નહીં પરંતુ જીવન માટે અનિવાર્ય પ્રાણવાયુ સમાન છે.

દરેક મનુષ્યના જીવનમાં બદલાવ અનિવાર્ય છે. ક્યારેક તે પરિસ્થિતિઓના કારણે આવે છે, તો ક્યારેક આપણા પોતાના નિર્ણયથી. સુખ–દુઃખ, હાસ્ય–આંસુ, શાંતિ–વાવાઝોડાં—આ બધું જ જીવનના રંગો છે. જો ફક્ત એક જ રંગ હોત તો જીવન નિરસ બની જાય. બદલાવ આપણને નવા અનુભવ આપે છે, નવા પાઠ શીખવે છે અને માનવજાતને આગળ ધપાવે છે.

પરિવર્તન ફક્ત વ્યક્તિગત જીવન પૂરતું જ નથી, સમાજ માટે તો એ અનિવાર્ય છે. ભારતીય સમાજે અનેક મોટા બદલાવોને પોતાની આંખે જોયા છે.

એક સમય એવો હતો જ્યારે સતીપ્રથા જેવા અંધકારમય કુરિવાજ સ્ત્રીઓનું જીવન ગળી જતો હતો. પરંતુ સામાજિક સુધારક રાજા રામમોહન રાય જેવા મહાનુભાવો દ્વારા થયેલી જાગૃતિએ આ કુરિવાજને કાયમી વિદાય આપી.

તે જ રીતે વિધવા વિવાહ ક્યારેક અશોભનીય માનવામાં આવતો. વિધવાઓને જીવનભર એકલતા, અપમાન અને બાંધછોડમાં જીવવું પડતું. પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાન વ્યક્તિ ના યોગદાનથી સમાજે આ બાંધીયેલી માન્યતાઓને તોડી અને વિધવા વિવાહને સ્વીકાર્યો. આ બદલાવ ફક્ત કાયદાનો નહીં, પરંતુ માનવતાનો હતો.

અત્યાર સુધી ચાલી આવેલા ધાર્મિક કુમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓએ પણ સમાજને ઘણીવાર પાછળ ખેંચ્યો છે. પરંતુ સમય સાથે શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારો અને સામાજિક આંદોલનો દ્વારા લોકો એ માન્યતાઓને પ્રશ્નવા લાગ્યા. આજે ઘણા કુરિવાજો ઈતિહાસનો ભાગ બની ગયા છે, કારણ કે સમાજે બદલાવને સ્વીકાર્યો છે.

વ્યક્તિગત અને સામાજિક જીવનની જેમ રાજકીય ક્ષેત્રમાં પણ પરિવર્તન અનિવાર્ય છે. લોકશાહીની સાચી શક્તિ એ છે કે સત્તા એક જ હાથમાં કાયમ માટે અટવાય નહીં. જો નેતૃત્વમાં બદલાવ ન થાય તો સત્તા અહંકાર અને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. આ સંદર્ભે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશનું ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે. આ બંને રાજ્યોમાં મતદાતાઓ લગભગ દર પાંચ વર્ષે સરકાર બદલે છે. ક્યારેક કોંગ્રેસ, તો ક્યારેક ભાજપ—પણ સત્તાનો પરિવર્તન નિયમિત થાય છે. આ એક મૌન સંદેશ છે કે પ્રજા સત્તાને એક જ પક્ષ કે નેતા પાસે લાંબા સમય સુધી અટકવા દેવા માંગતી નથી. આ જ લોકશાહીની તાકાત છે.

પરિવર્તન ક્યારેક દુખદાયક લાગે છે, કારણ કે એ અજાણ્યા ભવિષ્ય તરફ દોરી જાય છે. પરંતુ એ જ બદલાવ નવી આશા પણ લાવે છે. દરેક નિષ્ફળતા આપણને શીખવે છે, દરેક દુઃખ આપણને સંવેદનશીલ બનાવે છે, અને દરેક બદલાવ આપણને વધુ મજબૂત બનાવે છે. જીવન હોય કે સમાજ, કે પછી રાજકારણ—પરિવર્તન વિના પ્રગતિ શક્ય નથી. બદલાવ એ જ વિકાસનું બીજ છે.

આજના સમયમાં પણ અમુક ક્ષેત્રોમાં પરિવર્તન અનિવાર્ય છે. લિંગ સમાનતા હજુ સુધી સંપૂર્ણ રીતે હાંસલ થઈ નથી, સ્ત્રીઓને હજી ઘણા ક્ષેત્રોમાં સંઘર્ષ કરવો પડે છે. એ માટે વિચારસરણીમાં બદલાવ જરૂરી છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે, અને બંનેને સમાન અવસર મળવા જોઈએ.

પર્યાવરણના પ્રશ્નો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યા છે—વાતાવરણમાં ફેરફાર, પ્રદૂષણ અને પ્રાકૃતિક સંપત્તિનો અતિરેક ઉપયોગ—આ બધાને અટકાવવા માટે માનવજાતે જીવનશૈલીમાં પરિવર્તન કરવું જ પડશે.

ટેક્નોલોજીના ક્ષેત્રે પણ બદલાવની દિશા મહત્વપૂર્ણ છે. ટેક્નોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે, પરંતુ જો તેનો દુરુપયોગ થાય તો તે માનવતાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જરૂરી છે કે ટેક્નોલોજીનો સકારાત્મક અને જવાબદાર ઉપયોગ કરીએ.

પરિવર્તન એટલે જીવનનો શ્વાસ. વ્યક્તિગત સ્તરે તે આપણને જીવંત રાખે છે, સામાજિક સ્તરે તે અંધકારમાંથી મુક્તિ અપાવે છે, અને રાજકીય સ્તરે તે લોકશાહીને મજબૂત કરે છે. જે સમાજ બદલાવને સ્વીકારે છે, તે હંમેશાં આગળ વધે છે. એટલે બદલાવથી ડરવું નહીં, તેને આવકારવું જોઈએ. કારણ કે જીવનની સુંદરતા એ જ છે કે તે ક્યારેય એકસરખું નથી—તે સતત બદલાતું રહે છે

Read More

થોડીક આવારગીનો રંગ ચડે,
જિંદગીમાં જાણે નવું પડે.
રસ્તાઓની ધૂળ, ખુલ્લું આકાશ,
મનનું પંખી ગાય નવું રાગ.

કેદની ઝાંઝર બાંધી રાખે,
સપનાંને પણ દબાવી નાખે.
છૂટે પગ જ્યાં રોકાય નહીં,
એવી ચાલે જીવન ઝૂમે સહી.

ના બંધનની દીવાલો રહે,
ના મનમાં કોઈ વિશાદ રહે.
આવારગીનો એક જ નશો,
પંખી ફરી ઊડે, ભૂલે ન કશો.

જીવન એટલે બેફામ રાહ,
જ્યાં ખુશીનો રંગ ચડે અનાહ.
થોડીક આવારગી જરૂરી બને,
પંખીનું દિલ ફરી ઊડતું રહે.

Read More

ઓછી પ્રતિક્રિયા – વધુ શાંતિ

માનવીના જીવનમાં મોટાભાગના તણાવ, વિવાદ અને અશાંતિનું મૂળ એ છે કે આપણે દરેક બાબતમાં તરત જ પ્રતિક્રિયા આપીએ છીએ. કોઈએ બોલી દીધું, કોઈએ આપણા વિશે ખોટું કહી દીધું કે સોશ્યલ મીડિયા પર નાની-મોટી ટિપ્પણી આવી ગઈ – આપણે તરત જવાબ આપવાનો ઉતાવળ કરીએ છીએ. પરંતુ હકીકત એ છે કે, આપણે જેટલી ઓછી પ્રતિક્રિયા આપીએ, જીવન એટલું વધુ શાંતિપૂર્ણ બને છે.

1. પ્રતિક્રિયા એ ઊર્જાનો વ્યય છે
દરેક વાર જવાબ આપવો એટલે પોતાની માનસિક ઊર્જા ખર્ચવી. નાના-મોટા ઝઘડાઓમાં ઊતરતાં રહેવાને બદલે જો આપણે મૌન ધારીએ, તો એ ઊર્જા સાચવીને સારી બાબતોમાં વાપરી શકાય છે.

2. મૌન – સૌથી શક્તિશાળી હથિયાર
દરેક વાતને જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન જ સૌથી મોટો જવાબ હોય છે. જ્યારે આપણે મૌન રાખીએ છીએ ત્યારે સામેના વ્યક્તિને પણ વિચારવું પડે છે. મૌન આપણને નબળા નહીં, પરંતુ પરિપક્વ દર્શાવે છે.

3. શાંતિપૂર્ણ જીવન – સફળ જીવન
જેને નાની-મોટી બાબતોમાં ગુસ્સો આવતો નથી, જે પોતાની મનોદશા પર કાબૂ રાખી શકે છે, એ વ્યક્તિ જીવનમાં વધારે સફળ થાય છે. કારણ કે તેની અંદર સ્થિરતા, ધીરજ અને સ્પષ્ટ વિચારશક્તિ રહે છે.

4. પ્રતિક્રિયા આપવાની જગ્યા એ પ્રતિભાવ આપો
જો કોઈ પરિસ્થિતિમાં જવાબ આપવો જ પડે, તો ઉતાવળમાં પ્રતિક્રિયા ન આપવી, પણ શાંતિથી વિચાર કરીને પ્રતિભાવ આપવો. પ્રતિક્રિયા તાત્કાલિક અને ભાવનાત્મક હોય છે, જ્યારે પ્રતિભાવ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક આપવામાં આવે છે.

5. આંતરિક શાંતિ – સૌથી મોટું ધન
જીવનમાં પૈસા, પદ, પ્રસિદ્ધિ બધું મળી શકે, પરંતુ આંતરિક શાંતિ માત્ર ત્યારે મળે છે જ્યારે આપણે બીજા લોકોની વાતોથી કોઈ અસર ન થાય.

👉 અંતમાં એક નાનકડું સૂત્ર યાદ રાખો:
“દરેક વાત પર પ્રતિક્રિયા આપવી એ તમારા મનને ગુલામ બનાવવું છે, જ્યારે જરૂરી જગ્યાએ જ પ્રતિભાવ આપવો એ તમારા મનને સ્વતંત્ર બનાવવું છે.”

Read More

જ્યાંથી જગત રચાયું ત્યાંથી રમઝટ ચાલે,
છોકરાં છોકરીને જોઈ હૃદયના ઘંટ વગાડે।

આંખો મળતાં જ અરે! મનમાં મોજ ઊઠે,
બોલવાનું ન આવડે તો પગથી પાંદડાં કચડાવે।

હસતાં હસતાં વાત કરે, એ પણ અડધી અધૂરી,
છોકરી કહેશે – "તમારી ભાષા કેટલી અધકચરી!"

ફૂલ તોડવા જાય તો કાંટા હાથમાં ચોટે,
છોકરી બોલે – "અરે! હીરા, તમારી બુદ્ધિ ક્યાં છે?"

છેડછાડની રમતમાં આખું ગામ પડે,
છોકરાં હારે ત્યારે છોકરી ઠઠ્ઠો કરે।

જ્યાં સુધી માનવ રહેશે ત્યાં સુધી ધમાલ,
સંજય કહે પ્રેમની સાથે હાસ્યનું રહેશે કમાલ।

Read More

હું તને ચાહું હૃદય-પ્રાણથી,
તું છવાઈ ગઈ છે આકાશ સમાનથી.

સપનામાં તારો ચહેરો ઝળહળે,
જાગું ત્યારે પણ મનમાં તું મળે.

દિલ નું ધબકતું મંદિર તારા નામે,
કાશી સમું પવિત્ર તું મારા ઘામે.

તું કદી ન જતી દૂર હૃદયમાંથી,
તું જ ઈશ્વરી, વંદના મારી વાણીથી.

આંખ ખૂલે કે સ્વપ્ને વહી જાય,
દર પળે તારી યાદ જ મનમાં છવાય.

હાથમાં હાથ લઈ કદી ન છૂટશું,
રબની કસમે લઈ સદા સાથે ચાલશું.

પ્રેમ તારો એ વિશ્વાસ અખંડ,
તું જ છે મારું જગત, તું જ છે આનંદ.

Read More

સ્ત્રી…
એક શબ્દ નહીં,
એક અભિવ્યક્તિ છે.
શબ્દોથી વિણાતી નહિ, અનુભવથી સમજાય એવી.
તે ઘરના દરવાજા જેટલી ખુલ્લી..
પણ,
હ્રદયના દરવાજા જેટલી સંકુચિત.

જ્યાં પ્રેમ છે, ત્યાં એની હાજરી છે,
જ્યાં દુઃખ છે, ત્યાં એના હાથનો સ્પર્શ છે.

ક્યારેક..
તે માટી જેવી હોય,
જેમ સમર્પિત થાય અને ઘડાય.
અને ક્યારેક પાણી જેવી..,
નિરાકાર પણ જીવનદાયી.

તેના અસ્તિત્વમાં ઉત્સવ પણ છે અને ઉત્કંઠા પણ..
તેને સમજવી હોય તો નહીં જોઈએ શબ્દકોશ..,
પણ જોઈએ સ્પર્શની સંવેદના,
શ્રદ્ધાની દૃષ્ટિ અને ભાવનાનું ઊંડાણ.

તે રાધા નથી કે.. જેને માત્ર રાહ જોવી આવે,
તે દ્રૌપદી પણ નથી કે જેના ભાગ્યે હંમેશાં સંઘર્ષ જ આવે અને..,
તે સીતા પણ નથી કે
જેને અગ્નિપરીક્ષા આપવી પડે.
તે તો..
પોતે પોતાને ઘડે છે.
દર્દમાંથી પણ શ્રંગાર ઉત્પન્ન કરે છે.

સ્ત્રી…
અંત નથી એની ક્ષમાશીલતાનો,
મર્યાદા નથી એની મમતાનો.
તે ઇતિહાસ નથી કે જતો રહે.
તે તો..
કૃતિ છે, જીવતી રચના છે,
દરેક યૌગિક ક્ષણમાં ઊગતી એક નવિન સર્જના છે.

https://www.facebook.com/share/1AQ9A8725D/

Read More