Quotes by Soni Gaming in Bitesapp read free

Soni Gaming

Soni Gaming

@sonigaming6318
(2.4k)

મને પેલા જિંદગી જીવતા પણ નહોતી આવડતી આતો એમની લાગણી એજ મને જિંદગી જીવતો કરી દીધો. આમ જોઇએ તો યાર જીંન્દગી તો બઉજ સરસ છે હા એમની લાગણી ની થોડી તરસ છે
બધા લોકો માટે તો દારૂ, સિગારેટ, તમ્બાકુ આ બધી વસ્તુ હોય છે નશો કરવા માટે મને તો બસ એમની લાગણી નો નશો જ કાફી છે જેની અસર મારી લાઈફ મા આજ સુધી છે એજ છે એમની લાગણી નો મેળો
એમના આવ્યા પછી મને જિંદગી માં ક્યારેય એકલાપણું નથી લાગ્યું જાણે એમની લાગણી નો મેળો મારી સાથેજ રહ્યા કરે છે, કાયમ યાર આજ છે લાગણી નો મેળો લાગણી

લાગણી એ સંબંધ અને પ્રેમ નો પર્યાય છે... લાગણી, પ્રેમ અને સંબંધ એ પર્વત વગર ની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચ નું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમ નો કોઈ અસ્તિત્વ જ નથી હોતું "
 વ્યક્તિ પ્રત્યે એક પ્રકાર નું પોતાનાપણું લાગતું હોય અને સામે વળી વ્યક્તિ ના દુઃખ ને પોતાનું દુઃખ સમજીને તેને આશ્વાસન ના બે બોલ કેહવા એટલે લાગણી . 

પણ યાર કહેતા નથી કે કોઈ સારી વસ્તુ જિંદગી માં આવે છે પણ થોડા સમય માટેજ આવે છે એવી જ રીતે એ પણ મારી જિંદગી માં આવ્યા ને જતા રહ્યા પણ હા જતા જતા મને એ એમની લાગણી નો મેળો મને આપતા ગયા છે. જે આજેય મારી આંખો માં તરી આવે છે.
બસ "તું અને તારી લાગણી નો મેળો"

-લી. એક મારો દોસ્ત (લાગણી નો મેળો)

Read More

હેલો, કેમ છો મિત્રો
હું તમારી સમક્ષ લઈને આવ્યો છું
એક એવો પ્રશ્ન જે મને લોકો ઘણા સમય થી અને ઘણા લોકો તરફથી પૂછવા માં આવેલો કે ભાઈ આ લાગણી નો મેળો શુ છે..? કે તમને આ નામ મળ્યું કે કેવી રીતે
મારી લાઈફ નો એક એવો પણ ટાઈમ હતો કે મારી લાઇફ માં કોઈજ ના હતું
હા હતુ તો ખાલી બેજ વ્યકતી એક તો હું અને એક મારુ એકલાપણુ,
મારી પાસે બધું હોવા છતાં જાણે કેમ કઈંક ખૂટતું હોય એવું લાગ્યા કરતું હતું.
પણ કહેતા નથી કે ખુદા કે ઘર દેર હૈ અંધેર નહીં એવીજ રીતે એમની મારી લાઈફ મા એન્ટ્રી થઈ હા આમ તો મારી લાઈફ માં ઘણા લોકો આવ્યા થોડી ઘણી લાગણી લઈને પણ એ મારા માટે બઉજ ખાસ હતા મારાથી પણ વધારે કારણ કે એતો થોડી ઘણી નહીં પરંતુ પૂરે પૂરો લાગણી નો મેળો લઈને આવ્યા હતા મારી લાઈફ માં.
મેં એમની પાસેથી જેટલી આશા પણ નહોતી રાખી એટલું એમના તરફથી મને મળેલ છે એ પછી પ્રેમ હોય કે એમની લાગણી નો મેળો.
આમ જોઇયે તો
આ લાગણી ની વ્યખીયા આપીયે તો એક એવો સંબંધ કે જેમા  સ્વાર્થ વગર નો પ્રેમ હોય.
પણ યાર આપણે કોઈ પાસે કાઈ માંગી ને એ આપે એને તો માંગણી કહેવાય, અને સાહેબ વગર માંગે જે આપે ને એનેજ લાગણી કહેવાય.
મારી લાઈફ માં એમના આવ્યા પેલા લાગણી શુ કહેવાય એ વાતથી હું અજાણ હતો.
થોડાક જ દિવસો માં રોજ વહેલી સવારે એમનો મને કોલ કરવો મને અને મારો અવાજ સાંભળી તરતજ કોલ કાપી નાખવો આ એમનો લગભગ રોજ નો નિત્ય ક્રમ હતો, પણ
એક વાર મારાથી રેવાયું નહિ અને પુછાઈ ગયું કે આટલી વહેલી સવારે કોલ કરવાનું કારણ શું એ મને હસીને બોલ્યા સવાર સવાર માં તમારો મીઠો અવાજ સાંભળી લઉં પછી દિવસ ની પણ શું ઓકાત છે કે ખરાબ જાય"જાનું" ત્યારે આપણને એમ થાય કે નાં એનેજ કહેવાય છે, લાગણી નો મેળો
ક્યારેક બહાર ગામ જવાનું થતું તો એમનું રડતા રડતા અવાજે કહેવું કે જાન પ્લીઝ મારા માટે તમે તમારું ધ્યાન રાખજો હો આ છે એમની લાગણી નો મેળો
નાની નાની બાબતોમાં ધ્યાન રાખવું આજ છે, લાગણી નો મેળો
આપણને કોલ કરીને પુછવું કે તમે જમ્યા કે નહીં અને એના પછી જ પોતાને જમવા બેસવું યાર આજ છે, લાગણી નો મેળો
આમ જોવા જાવ તો આની સાચી વ્યાખ્યા જ એ છે કે કોઈના પ્રત્યે કંઈજ સ્વાર્થ કે પછી મતલબ વગર કોઈને પોતાનું બનાવી અને પોતાના થી પણ વધારે ધ્યાન રાખવું એજ છે આ લાગણી નો મેળો અને આ વાત માં હું બઉજ નસીબદાર નીકળ્યો હતો કે હું થોડી ઘણી લાગણી શોધવા નીકળ્યો હતો અને મને પૂરે પૂરો લાગણી નો મેળો મળ્યો.

આમ તો મારી લાઈફ માં મને એમના તરફથી ઘણી ગિફ્ટ મળેલી છે પણ એમાંથી મારુ સૌથી સારું અને સૌથી ખાસ મને ગમતું ગિફ્ટ હોય તો એ છે એમનો પ્રેમ અને એમની લાગણી નો મેળો
બધા લોકો માટે પ્રેમ એટલે બધુજ હોય છે પણ મારા માટે તો બધું એટલે એમની લાગણી નો મેળો

Read More