મને પેલા જિંદગી જીવતા પણ નહોતી આવડતી આતો એમની લાગણી એજ મને જિંદગી જીવતો કરી દીધો. આમ જોઇએ તો યાર જીંન્દગી તો બઉજ સરસ છે હા એમની લાગણી ની થોડી તરસ છે
બધા લોકો માટે તો દારૂ, સિગારેટ, તમ્બાકુ આ બધી વસ્તુ હોય છે નશો કરવા માટે મને તો બસ એમની લાગણી નો નશો જ કાફી છે જેની અસર મારી લાઈફ મા આજ સુધી છે એજ છે એમની લાગણી નો મેળો
એમના આવ્યા પછી મને જિંદગી માં ક્યારેય એકલાપણું નથી લાગ્યું જાણે એમની લાગણી નો મેળો મારી સાથેજ રહ્યા કરે છે, કાયમ યાર આજ છે લાગણી નો મેળો લાગણી
લાગણી એ સંબંધ અને પ્રેમ નો પર્યાય છે... લાગણી, પ્રેમ અને સંબંધ એ પર્વત વગર ની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચ નું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમ નો કોઈ અસ્તિત્વ જ નથી હોતું "
વ્યક્તિ પ્રત્યે એક પ્રકાર નું પોતાનાપણું લાગતું હોય અને સામે વળી વ્યક્તિ ના દુઃખ ને પોતાનું દુઃખ સમજીને તેને આશ્વાસન ના બે બોલ કેહવા એટલે લાગણી .
પણ યાર કહેતા નથી કે કોઈ સારી વસ્તુ જિંદગી માં આવે છે પણ થોડા સમય માટેજ આવે છે એવી જ રીતે એ પણ મારી જિંદગી માં આવ્યા ને જતા રહ્યા પણ હા જતા જતા મને એ એમની લાગણી નો મેળો મને આપતા ગયા છે. જે આજેય મારી આંખો માં તરી આવે છે.
બસ "તું અને તારી લાગણી નો મેળો"
-લી. એક મારો દોસ્ત (લાગણી નો મેળો)