Quotes by SUNIL ANJARIA in Bitesapp read free

SUNIL ANJARIA

SUNIL ANJARIA Matrubharti Verified

@sunilanjaria081256
(3.1k)

શબ્દ ઝરુખે!

થેપી થેપીને તમે થેપલાં જ થેપ્યા, ને થેપલાંનો ભરી દીધો થાળ.
ગામતરે જાઓ ત્યાં ચાલે છે થેપલાં, ના મળતા લાડુ કે દાળ.

ગોળ કે અથાણું કે હોય પછી છાશ કે ચાની હો ચૂસકી જરાક.
થેપલાને ફાવે છે સહુની સાથે કે પછી લસણની ચટણી કે શાક.

ગુજરાતી હોવાનું ગૌરવ લઇ ઉભાછે, થેપલાંની જડશે નહિ જોડ.
ગાડામાં રખડો કે ઊડો વિમાનમાં થેપલાંની કોને છે હોડ?

શિતળા સાતમની આ વરણાગી વાનગીના લેજો તમે પણ ઓવારણાં.
ફરવાનું બહાનું છે થેપલાંની સાથે કે આવે છે આઠમ ને પારણા.

– ડો આશિષ ઠાકર

Read More

મોદી સરકારે 2014 થી દસ વર્ષ ના દેશની દરેક ક્ષેત્રે કાયાપલટ કરી નવી ઉંચાઈઓ દર કરી છે. પણ આ વખતે પાતળી બહુમતી, એ પણ અન્ય પક્ષો સાથે જેમાં અમુક તો તક સાધુઓ છે. એટલે સરકાર 1997 ની વાજપેયી સરકારની જેમ બિચારી બની ગઈ છે. નિર્ણય લે, જેવા કે વકફ બોર્ડ, લેટરર નિયુક્તિ બધામાં ખાસ સાથી પક્ષ નાક દબાવી પીછેહઠ કરાવે છે.જોઈએ, વાજપેયી ની જેમ મધ્ય સત્ર ચુંટણીઓ ન લાવવી પડે કે એમ જ સરકાર મોટા નીરન્યોસિવાય સમય પસાર કરવા મજબૂર બને.

Read More

હાલ જયપુર ખાતે એક યજ્ઞમાં હાજરી આપી. એક સિનિયર મિત્રે કહેલું કે યજ્ઞ પછી ભોજન શેનું હતું? હા, તો યજ્ઞ સવારે 10.30 થી સાંજે 6 સુધી હતો. વચ્ચે સાદો ફરાળ. પછી આરતી બાદ સાંજે જમવામાં રાજસ્થાનની સ્પેશિયાલિટી દાલબાટી ચૂરમું.

દાલબાટી પણ અનેક જાતની હોય છે. અહીં ત્રણ જાતની હતી. ઘી માં શેકેલી સાદી, માવાવાળી ગળી, મસાલેદાર (અંદર તજ લવિંગ વગેરે પણ હતું અને સરસ સહેજ તીખો માવો.) ઉપરનું પડ બધામાં કડક, ઘી માં તળેલું.
ચુરમું પણ ત્રણેક જાતનું. બેસન ચુરમુ, આપણું ચૂરમા લાડુ વાળું અને અન્ય એક. એમાં ગોળ તો હશે જ, સાકરના ટુકડા અને સાકરનો ચૂરો ભેળવેલું.
બાટી આપણે ઈડલીને ટુકડા કરી સાંબારમાં બોળીએ એમ ટુકડાઓ દાળ અથવા મસાલેદાર કઢી, લગભગ આપણી સરગવા સાથેની કઢી જેવા સ્વાદની હોય એમાં બોળવાના. દાળ પણ લગભગ ગુજરાતી લગ્ન પ્રસંગોમાં હોય એવી મસાલેદાર. સાથે મરચાંના નાના ટુકડાઓ ખાટા ગળ્યા રસમાં. લસણની ચટણી પણ મહેમાનો દાળમાં નાખતા હતા.
ટેસ્ટી રાજસ્થાની જમણ. તમે ઢાબાઓમાં ખાધું હોય કે ખૂબ મોંઘી અમદાવાદની રેસ્ટોરાંમાં ખાધું હોય એ કરતાં સાવ અલગ સ્વાદ .
યજ્ઞના યજમાને કહ્યું એમ અહીં ઢોકળાં ખમણ જેવું આ લોકોને બનાવતાં ન ફાવે, ત્યાં આપણી વાનગીઓ.
અમે તો બંદા ઝબોળ ઝબોળ કર ખાય કરીને માણ્યું.
અહીંની સામાન્ય રસમ મુજબ બુફે ન હતું. સસ્મિત થોડો આગ્રહ કરી કેટરરના માણસો પરીસતા હતા. બે લાઇન ટેબલો અને ખુરશીઓની. લોકો આવતા જાય અને બેસતા જાય. એ લોકો ઊભા થાય ત્યાં બીજાં વેઇટ કરતાં કુટુંબ આવીને બેસી જાય.

અહીં રાજસ્થાનમાં આપણા નમસ્તે ને બદલે બધાને પગ સ્પર્શ કરી પ્રણામ કરવાનો રિવાજ છે.

Read More

આધુનિક રીતે ગરબા કરવાનાં સ્ટેપ્સ નો સરસ વિડિયો શ્રી. ઉત્સવ ધોળકિયા તરફથી મળ્યો છે. હાથ ની સ્થિતિ અને સ્ટેપ્સ, પછી કમર સીધી રાખવા પાછળ હાથ, પછી પગ ની મૂવમેન્ટ, પછી હાથ પગ ની સંગીત સાથે અને પછી કમર, હાથ, પગ ની શક્તિશાળી રીતે પ્રમાણમાં ઝડપી મૂવમેન્ટસ.
અત્રે શ્રી. ઉત્સવ ધોળકિયા દ્વારા મુકેલ વિડિયો જેમાં અત્યારની રીતે ગરબા કરવાનાં સ્ટેપ્સ છે. દોઢીયું, ત્રણ તાળી, હીંચ વગેરે જૂના પ્રકારો છે.
આમાં ઉપર લખેલી સૂચનાઓનો જરૂર અમલ કરો અને સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરો .
યોગ ની ક્રિયાઓ જેવી કે ત્રિકોણાસન, હાથ આગળ પાછળ વગેરે આમાં આવી જાય છે. શરૂમાં હાથ, પછી પગ, પછી બેય નું કોઓર્ડીનેશન  પછી કમર સાથે હાથ પગ.
તો જરૂર જુઓ.
સ્ટેપ્સ ટુંકમાં  આ પ્રમાણે હશે.
1.હાથની મૂવમેન્ટ સાથે શરીરનાં હલનચલન નું સંકલન કરો.  પહેલાં બેય હાથ પૈકી એક સીધો આકાશ સામે, બીજો પગ તરફ કરતાં ધડને ત્રીસ અંશ  જેવું વળવા દઈ પ્રેક્ટિસ કરો.
2. હવે પહેલાં એક હાથ પાછળ  કમરના છેલ્લા મણકા પર રાખી બીજો હાથ ઊંચો, એ વખતે પગ આગળ. બીજો હાથ નીચે તો પગ પાછળ એમ વારાફરતી હાથો રાખી પ્રેક્ટિસ કરો.
3. પછી બંને હાથ ખોલીને ધડને વાળતાં એક હાથ ઉપર, એક નીચે કરતાં સંગીતના તાલે પ્રેક્ટિસ કરો.
4. હાથની પ્રેક્ટિસ પછી બેય હાથ પાછળ રાખી પગની પ્રેક્ટિસ કરો. રિધમ માં ચોક્કસ લંબાઈથી આગળ પાછળ કદમ લો.
5. હવે બંને હાથ ખભાની લાઈનમાં રાખતાં પગની પ્રેક્ટિસ કરો .
6. હાથ અને પગ એક બીજા સાથે સંકલન સાધે પછી ધીમેથી હાથની મૂવમેન્ટ કરો.
7. હાથ પગ ની મૂવમેન્ટ સંકલન સાથે સ્ટેપ લેતી થાય પછી જ કમર સાથે હાથ પગ હલાવો.
8. હવે તમારું સંપૂર્ણ ધ્યાન હાથની હિલચાલ પર રાખો. એક હાથ ઉપર જાય ત્યારે બીજો પડી ન જાય તેનું ધ્યાન રાખો.
9. હવે હાથ પગ ની હલચલ સાથે કમરમાંથી વાંકા વળવાની ક્રિયાઓ  શરૂમાં ધીમે, પછી સ્પીડ વધારતા જાઓ.

આ લીંક આખી જોવાથી સારો ખ્યાલ આવશે.
https://www.facebook.com/share/Ukt9PZUfYYc5k3f8/?mibextid=oFDknk
શ્રી. ઉત્સવ ધોળકિયા નો આભાર.
અગાઉ સહુને કામ આવશે.

Read More

આ હલવા પુરાણ હાલ્યું છે એ શું છે?
નાણાંપ્રધાન બજેટ રજૂ કરે એ પહેલાં છ મહિના અગાઉ બધાં સરકારી ખાતાંઓ ની ડિમાન્ડ કે ક્યાં કામ માટે કેટલો ખર્ચ થશે, તે મોકલવી પડે છે. એ અગાઉ ગયા વર્ષની ગ્રાન્ટ એટલે જે પૈસા ફાળવ્યા એમાંથી કેટલા વધ્યા, એનો હિસાબ વગેરે. હવે ક્યાં કામ ને કેટલો ખર્ચ એ એસ્ટીમેટ ડિપાર્ટમેન્ટ રાજ્યનાં જે તે ખાતાંને અને એનથી અમુક કપાઈ અમુક મંજૂર થઈ રાજ્ય નાણાખાતામાં મોકલે. પછી એ બધી ડિમાન્ડ નો સરવાળો કરી એ ખર્ચને પહોંચી વળવા આવક ક્યાંથી આવશે, ક્યાં ટેકસ ઓછો મળ્યો, ક્યાં નાખી શકાય એની કવાયત ચાલે.
એ પછી બજેટની ફાઈનલ પ્રક્રિયા શરૂ થાય. એ ખૂબ સેંસિટીવ હોય એટલે એમાં જોડાયેલા અધિકારીઓ તેમ જ સ્ટાફને એ કામગીરી શરૂ કરતા પહેલાં હલવા પાર્ટી આપે. ખૂબ સરસ જમવાનું, ઉજવણી. પછી તરત જ તેઓ એક જ જગ્યાએ જોતરાઈ રહે. આ પંદર દિવસ કે મહિનો તેઓ પોતાના ઘરનો પણ સંપર્ક કરી શકે નહીં. કદાચ કોઈ માહિતી લીક થઈ જાય તો એને કારણે કોઈ ઉદ્યોગપતિ કે સટ્ટોડિયાઓ લાભ લઈ લે, કોઈ મોટી ઉથલપાથલ એક નાની વાત લીક થવાને કારણે બને. એટલે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ નાં પેપર્સ લઈ નીકળે એની ચારે બાજુ ગાર્ડ હોય અને એ પાર્લામેન્ટ પહોંચે પછી હલવા પાર્ટી લઈ એક જગ્યાએ રહી ગયેલાઓ નો છુટકારો થાય.
બજેટમાં ખર્ચ કરવા જે મંજૂર થાય એની બહાર આકસ્મિક સંજોગો સિવાય ખાતું જઈ શકે નહીં. એવા સંજોગોમાં પણ જેને પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ કહીએ છીએ એમ કોઈ ફંડ ના પૈસા રિલીઝ થાય જે કરોડોમાં હોય.
આ હતી બજેટની પૂર્વ તૈયારી અને હલવા પાર્ટી ની વાત.

Read More

બુફેનું ચટાકેદાર, મધમીઠું
*મેનુ - અષ્ટક*
----------------
( શાર્દૂલવિક્રિડિત છંદમાં )

લીધી પ્લેટ સફેદ નેપકિન ને કાંટા અને વાડકી,
ઊભો લાઈનમાં વિચાર કરતો છે ભૂખ લાગી ઘણી.
મારી જીભલડી હવે સળવળે, ખાસ્સી દુઃખે પાવડી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્

વારો આખર આવિયો મુજ તણો, કેવી હવે હાશ રે,
ઊનો સૂપ અને કબાબ લઈને આરંભિયે ચાટને.
ઝાઝા વેશ સલાડના અવનવા, લ્યો સેવપૂરીય છે,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્

ઢોંસા ને ઈડલી, વડાં રસમ ત્યાં આલુ પરોઠાં, દહીં,
પાસ્તા, સોસ, પિઝા, ઈટાલિયન ને સ્પેગેટી ટોળે વળી.
ને મેક્સિકન વાનગી ચટપટી ખાજો તમે પ્રેમથી,
એવા સ્વાદભર્યા જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્

પંજાબી ઢબ શાક, થાઈ પણ છે, એ કોપરાની કરી,
પૂરી, નાન, વિશેષ બ્રેડ, કુલચા, રોટી રૂમાલી રૂડી.
ખાજો પેટિસ, ઘૂઘરાં રસિકડાં, છે પાતરા, ખાંડવી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્

ચાલો ઊંધિયું ખાઈએ, સૂરતની સ્વાદિષ્ટ એ વાનગી,
શી મીઠાશ, કતારગામ કુમળી, લીલી, રૂડી પાપડી.
માંહી વેગણ કંદ ને શકરિયાં, કેળાં, બટાકાં વળી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્

બાસુંદી, હલવો, શિરો વિવિધશા, શી ફોજ મિષ્ટાન્નની,
કુલ્ફી, કેક, ગુલાબજાંબુ, રબડી, સાથે જલેબી ખરી.
ને પીજો તમ જ્યૂસ ખૂબ નવલાં, કેવાં ફળો છે અહીં,
એવા સ્વાદભર્યા જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્

ત્યાં તો આવત પૂછવા ય યુવતી ' આરોગશો પાન કે ? '
ના, ના, બાનુ ! હવે ન ભૂખ અમને, ' તો દૂધ લો કેસરી'
સોપારી, મુખવાસ, પાન મધુરાં, ધાણા તણી દાળ શી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
--- *---
રચનાકાર : શ્રી સ્નેહલ મુઝુમદાર

Read More

🤔😫😱😨

ભુરો ઘાંઘો થતો થતો આખી શેરીમાં ફરતો'તો..ને જે મળે એને પુછતો'તો..
હેં! તમે ઓલા કાળિયા કુતરાને ક્યાંય જોયું?
શેરીમાં કોકે પુછ્યું..
ભુરા, તારે ઈ કાળિયા કુતરાનુ કામ શું છે? ઈ તો કે'!!
ભુરો ક્યે..
અરે યાર! હું ઓટલે બેઠો બેઠો મોબાઇલમાં વોઇસ પાસવર્ડ સેટ કરતો'તો..ન્યા ઈ ભસીને વયુ ગ્યુ છે..
સાભાર શ્રી. હર્ષિત જોષીપુરા

Read More

मेहमान को ग्रीन टी पिलाने के फायदे...

1. रिच लगते है,
2. दूध का खर्चा बचता है,
3. साथ में बिस्कुट नही देने पड़ते।
4. दूबारा नही मांगता
5. हो सकता है दूबारा आये भी नही

😂😜😝🤣

Read More

जय महालक्ष्मीदेवी नमो नमः 🙏
पैसा कहता है भले ही में उपर तेरे साथ नहीं जाउंगा,
पर जब-तक में निचे तेरे साथ हूं
तूजे बहुत उपर तक लेकर जाउंगा !

पैसा कहता है तु मेरी इज्जत करना सिख ले,
मैं पूरी दुनिया से तेरी इज्जत करवाउंगा !

दुनिया में पैसे से भी महेंगी चीज क्या है

Read More

મારી મે 2017 ની પોસ્ટ.
સવાર ના પહોર માં..

Monkey business?

આજે બોપલમાં ઓપન યોગ ક્લાસમાં યોગ સેશન ચાલી રહ્યું હતું.
અમે પ્રાણીઓ જેવી ક્રિયાઓ કરતા હતા.
ઉજ્જયી કરતાં ગધેડાની જેમ ભુંક્યા, અમારા પગના અંગુઠાઓ પર બેસી સિંહની જેમ ગર્જ્યા , ઢેકો ઊંચો નીચો કરી માર્જારાસન કર્યું અને પછી સુઈને નટરાજ પોઝ કરતા હતા બે હાથ પહોળા, એક પગ લાંબો, બીજો સીધો, ડોક વળેલી.

એકાએક મેં જોયું કે પાસેની દીવાલ પર બેસી વાંદરાઓ અમારી ક્રિયાઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે.

"આપણે કરીએ એ કરતાં પણ આ લોકો કેવા સારા ખેલ કરે છે? જુઓ જુઓ, શીખો કાંઈક તમારા ભાઈ (કે અનુજ ) પાસેથી." વાંદરીએ વાંદરાને કહ્યું.

વાંદરો ખિજાઈને ખી.. કરતો કહે " ચૂપ મર. આપણાથી ન થાય. આ તો માણસવેડા છે."
વાંદરો નાગર હોય તો કહે ' પ્રિયે, તમે શાંતિ રાખો. આપણે આ કરીએ તો સામા ધાબા પર ઠેકવા લાયક ન રહીએ!

Read More