Hey, I am on Matrubharti!

જોરથી આજે મનમાં રહેલી ધૂન પર ગીત ગાવું.
મન ભરીને બગીચામાં ગમતા ફૂલોને માણી આવું.
આજ સુધી બહુ દબાવી દીધી હતી ઈચ્છાઓ,
એક એક કરીને આજે બધી પુરી કરી આવું.

બધાંને કેમ બાંધીને રાખવો છે એમના પ્રમાણે મને?
હું પણ તો માણસ છું, દરવખતે હું જ કેમ સમજાવું?
બહુ વિચાર કર્યો કે જીંદગી આવી રીતે જીવીશ.
છોડ વિચારવાનું, ચલ આજે જીંદગી જીવી જ આવું.

-તેજસ

Read More

ઉફ્ફ...તારા એ ઈશારા...

તારી ગાલોની એ લાલી ને તારા હોઠના ઉફ્ફ એ ઈશારા.
ભીંજવી દે છે મને અંદર સુધી, જાણે ગરમ પાણીના ફુવારા.

જોઈને ય ના જોવું, કોઈ ના જોવે તેમ આંખોથી બોલાવી લેવું.
ડુબાડે છે તારી આંખો મને, સામે ભલેને દેખાતાં જ હોય કિનારા.

વરસતો વરસાદ હોય, કેસરી રંગની સાંજમાં તારો સાથ હોય.
ચાલને પુરા કરી લઈએ, એવા સપનાં થોડા તારા ને થોડા મારા.

આવરણો બધાં ઉતારી દે, જે પરાણે ઓઢડેલા છે સમાજ દ્વારા.
સૃષ્ટિ આખી ભૂલીને પ્રણય-ફાગ રમીએ, છો ને જલતા જોનારા.
- તેજસ
#Failure

Read More

મારી બધી જ ખુશીઓનો આધાર, તારી સાથે જ રહેવા પર છે.
તને ખબર છે ચાંદ પણ તોડી લાવીશ, બધું જ તારા કહેવા પર છે.

ભલે ને તને લાગતું હેરાન કે ગુસ્સો કરીને, મારાથી આમ દૂર રહી શકાશે.
પ્રેમ તો થોડું શરમાઈને તો ક્યાંક છુપાઈને, ને પછી હસીને મારી સામે જોવા પર છે.

-તેજસ

Read More

કુદરત પણ અમૂક વાતો આપણને અજબ રીતે કહી જાય.
ગ્રહણમાં તૂટેલો ચાંદ પછી જોવો તો કેવો આખો થઈ જાય.

કોઈકને મળતા તો હોઈએ, પણ દોસ્તી કરતાં વર્ષો લાગે.
ને કોઈને પ્રથમ વાર મળતા, એનામાં પોતાનું કઈ રહી જાય.

એમ જ ઠંડીનું મૌસમ નથી બદલાયું આપણા મળવાના ટાણે,
કે રાતની વાતો સવાર થતાં, ધીરેથી આમ ઝાકળ થઈ જાય.

કઈક તો ખૂબી અમારામાં પણ આપી હશે ને ઉપરવાળાએ,
જે શબ્દોના આલિંગનથી તારા પ્રભાવની વાત તને કહી જાય.

-તેજસ

Read More

મનમાં તારા તે ઘણુંબધું ભરી રાખ્યું છે.
અને બહારથી પાછું એના પર તાળું માર્યું છે.
આમ જોઈએ તો થોડું દર્દ તો આપે જ છે ને યાદો,
એણે કે તે ક્યાં સાથે રહેવાનો કર્યો હતો વાયદો?
તારી સાથે જ્યારે આ ભૂતકાળ હંમેશા જ રહેશે.
તારી હોઠો પર તો હસી હશે પણ આંખ ઉદાસ રહેશે.
જેના લીધે સહન કરે છે એ તો આગળ નિકળી ગયો.
એનાથી શબ્દો કે લાગણીઓનો મેળો થોડી નિકળી ગયો?
હવે તારે પણ તો પોતાનું સારું વિચારવાની જરૂર છે.
જરા જો, ખુશીઓ હાથ લાંબો કરે એટલી જ દૂર છે.
આમ જ બધુ અંદર રાખીને સહન કરવાનું બંધ કર.
કહી શકે છે તું મને, તો કહીને, જૂની કહાનીને ખતમ કર.

-તેજસ

Read More

શિયાળાની સવાર ને તારી હૂંફ.

એ સવારની કોફી ને તારું ઉષ્માભર્યું આલિંગન આપવું.
તારી સાથે વગર વિચાર્યે જોડાણ થઈ રહ્યું છે આ કેવું?

તાજગીભરી ગુલાબી સવાર અને એવું મસ્તીનું મૂડ તારુ.
બેહાલ કરે મારા હાલ કે તારુ મને ખેચીને બાહો માં લેવુ.

તારી એ નરમ કાયા પર મારી આંગળીઓનું સરેઆમ ફરવું,
પથારીમાં જ પાછું આવી આમ તારું મારી બાહોમાં પીગળવું.

મારા હસ્તની લકીરો નું તારા હાથમાં આવીને સમાઈ જવું.
હવાને પણ રસ્તો ના મળે એટલું તારું મારી નજીક આવવુ.

શબ્દો થી દુર રહી ને બસ હોઠોને હોઠો સાથે રમત કરવું,
ને સ્પર્શની નજાકત સાથે બે હૈયાનું આમ મસ્તીએ વળગવું.

-તેજસ

Read More

હવે આકાશમાંથી જો ને આ સુરજ વિદાય લઈ રહયો છે.
કેટલાય લોકો ઘરની અંદરના ને પોતાની મનની અંદરના વ્યક્તિ જોડે પાછા ફરશે...

-તેજસ

Read More

કઈક અલગ આજે મારું દિલ બેચેન બની રહયું છે.
ખબર નહી કોઈના એ મધુર શબ્દોને યાદ કરી રહયું છે.
આંખોની જ ખાલી ભૂલ નથી, કસૂર તો દિલનો પણ છે.
જરા તો દિલ સાથે વાંક તારી ગાલ પરના તલનો પણ છે.

એની વાતોથી જાણે કંઈક અલગ જ નશો ચડતો જાય છે.
તોફાનો તો એવાં કે ના ચાહવા છતાં ભાન ભુલાઈ જાય છે.
યાદોનો હિસાબ દિવસોમાં નથી, સાથે વીતેલી પલનો પણ છે.
વિચારો તો સમય સાથે વાંક તારી ગાલ પરના તલનો પણ છે.

આંખો એવી અણિયાળી ને કાળી, કોઈને પણ વશ કરી જાય છે.
ગોળ ચહેરા પર આવતાં કથ્થઈ વાળની લટો મન મોહી જાય છે.
ઊજળો વાન, અલ્લડપણું ને આત્મવિશ્વાસ કમાલનો પણ છે.
કાળા કુર્તા સાથે મેચિંગ કરતો, વાંક તારી ગાલ પરના તલનો પણ છે.


-તેજસ

Read More

સવારની ઝાકળથી પણ વધારે ભીનાશ અનુભવાય છે.
જ્યારે ભીનાં વાળમાં સવારે ઉઠતાં જ સામે તું દેખાય છે.
વાળને ઝટકતા વખતે આ ભીનાશ વરસાદ બની જાય છે.
જાણે કાળા વાદળોમાંથી એ નીર ધરતીને ભીંજવી જાય છે.

કપાળની નાની બીંદી સવારની આકાશ-શી ઝલક દઈ જાય છે.
પૂર્વમાંથી જેમ સૂર્યનારાયણના પ્રથમ લાલ દર્શન થાય છે.
ભ્રમરો જાણે પણછ ચડાવવા આતુર ધનુષ જેમ દેખાય છે.
આંખોનું તો શું કહું, કે એનાં પર લખવું કે ડૂબવું ક્યાં નક્કી જ કરાય છે.

-તેજસ

Read More

કદાચ તે પૂછી લીધું હોત તો આપણે સાથે હોત....,..

નવી નવી વાતો હતી ને કેટલી રોમાંચક મુલાકાતો હતી.
સવારે કોલેજમાં ને રાતે સપનાઓમાં પણ તારી સાથે હતી.
આપણી દોસ્તીમાં જ નસીબ અજમાવી લીધું હોત તો સારું હોત.
દોસ્તીના શરૂઆતના દિવસોમાં જ ધ્યાન રાખી લીધું હોત તો સારું હોત...

કહેતા એ સમયે તમને મળવા આવવાની બેકરારી હતી.
પહેલા જ દિવસથી તારી સાથે લગ્નની મારી તૈયારી હતી.
હાથ પકડતા પહેલા હાથ છોડીશ નહીં ને પૂછી લીધું હોત તો સારું હોત.
પહેલાથી જ તમે મને આ બે-ઘડીના સાથનું કહી દીધું હોત તો સારું હોત...

તારી વગર જીવન જીવવાનો વિચાર જ મનમાં નહી આવે.
હવે તમે કહો છે અલગ કાસ્ટ છે તો પપ્પાને કોણ મનાવે?
તમે મારા સામે પ્રસ્તાવ મૂકતા પહેલાં ઘરે પૂછ્યું હોત તો સારું હોત.
હજી ય કઈ મોડું નથી થયું, કદાચ તે પૂછી લીધુ હોત તો આપણે સાથે હોત...

-તેજસ

Read More