The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
1)ઉગતા સુરજની લીધી લાલીમા ધરા છે ઉજવલા @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 2) ડૂબતા સૂર્યથી ઍ ઘોર નિરાશા વિરહિણી છે ધરા. @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 3) સૂરજ ચંદર ની દોસ્તી અમર શ્વાસોશ્વાસ.સમી @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 4) નભ ચંદ્ર ને સૂર્ય આંખમીચોલી ખેલે હરહંમેશ @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 5)
રાહમાં ને રાહ માં જીવન ના ચડાવ ઉતાર માં ક્યાંક કશુક અટકે છે આ જીવનના વણાંક માં, હિંમત ના હલેસા માં અને શ્રમ તણા વહેણ માં, શ્વાસ પણ રૂંધાય છે આ ખુલ્લા આકાશ માં. ભરી મહેફિલમાં એકલતાના મેળા રચાય જ્યાં, હું સુર જ્યાં લગાવું તો તાલ લાગે એકાંત માં. કોઈ અંધારી રાત માં યાદની તારી ચિનગારી માં, જીવવાની સજા મળે મને આમ જ તારા વિરહ માં.
તરસ વરસાદની લાગે છે એવી જાણે અતૃપ્ત ધરાને આશ એક બુંદની. અનિમેષ નયને નિહાળું તને એવી કે જાણે આકાશ નિરખે ધરાને ઉપર થી
સમયના મણકા ફેરવતા ફેરવતા.. ક્યાંક અટકી એવુ જવાય છે.. સાબિતી આપતાં સાચની.. ખુદને જ બહુ દુભવાય છે.. પ્રતિક્ષા પળે પળની ના હવે સહેવાય છે.. સલામત રહે તું હરદમ ઍવી દુઆ અપાય છે. માત્ર સૂચન પર ચાલતું આ મસ્તિષ્ક, જ્યારે હૃદય સાથે જોડાય છે... શરીર જોડે આતમની ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે..
મારા ખિસ્સા માં કુદરતનો ઉપહાર, એક એક ખિસા માં અનોખી છે આશ, સૂરજના કિરણો અને ચાંદની ભરી રાત, નથી એમા પ્રખર તડકા કેરું જરીકે નામ કે નથી એમા જરાય અમાસ કેરું નામ. ભરતી અને ઓટથી ભરી જીવન કેરી નાવ, કર્મના હલેસા થી જીવન નો થશે ઉદ્ધાર.
આપી શક તો આપી દે મને, તારા સાથ નો સાક્ષાત્કાર.. કુદરતના ક્રૂર વ્યવહાર સામે તારા હાસ્યનો દરબાર... અપલક નયને નિહાળું તમને, ભીતર માં ને બહાર.. જો આપી શક તો આપી દે મને, તારા સાથનો સાક્ષાત્કાર
ગણિત ગીત છે અંકોની રાજધાની, સાથે સંકેતો એના છે પ્રહરી, સૂત્રો એના છે સારથી, બિદું રેખા કિરણ હથિયાર ધારી, વર્તુળ, ખૂણા, સમાંતર રેખા, એવા એના કુટુંબના સાથી, ત્રિકોણ, ચતુષ્કોણ અનેક બહુકોણ, શેરીના એના એવા સાથી, ત્રિકોણમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ સૌ મળી ને કરે એની સ્તુતિ. સ્થાન કિંમત, સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર બહુ કિંમતી. ગણિત દેવ છે શૂન્યધારી, વ્યવહારમાં તે એક નંબરી
આમ તો આકાશે વાદળ ચીટક્યા છે... લાગે છે બધુ બરાબર છે..... ખોળીયામાં શ્વાસ જરા રુંધાય તો છે.... લાગે છે જીવ હેમખેમ છે.... આંખોમાં ભેજના તોરણ બાંધ્યા તો છે.... લાગે છે કે દ્રષ્ટિ હેમખેમ છે... ઉભડક જીવે બે ટંક ખવાય તો છે... લાગે છે કે ઈશ્વર મહેરબાન છે... અંદરનો આદમી ક્યાંક સળવળે તો છે... લાગે છે કે એમ જ જીવાય તો છે... રાતના ગમન પછી દિન આવે તો છે...... લાગે છે કે પૃથ્વી હેમખેમ છે... નિત્ય તિરાડ વચ્ચે વાટા ભરાઈ જાય છે... લાગે કે એના વિના ક્યાં ઉદ્ધાર છે.... રોજ પ્રશસ્તિ ખાય મારો આતમ જેમ... લાગે છે કે જીવન અંતરાય છે...
પ્રતિક્ષા પ્રતિક્ષાની કેડી ખૂબ લાંબી...રોજ રોજ ઈંતજારની દીવાલ પર ધીરજની ઈંટ મુકતા મુકતા હ્રદય પર નિરાશાની રજ છવાતી જાય છે .સવાર પડે ને આંખ ખૂલતા જ તારો હસતો ચહેરો નજર સમક્ષ તરવરી ઉઠે છે...ને જાણે મારા કાનમાં ધીમેથી કહે છે કે,થોડીવાર બસ થોડીવાર રાહ જો ..! અને તને મળવા -ની આશમાં, તારી સાથે વાત થશેની આશમાં એક નવો દિવસ જન્મ લે છે..એક આશા બધી નિરાશા ખંખેરી નાખે છે..આ જ આશા ના સથવારે એ જ આશાના તાંતણે મારી અડધી સવાર પસાર થાય છે ! ! વચ્ચે વચ્ચે કામ કરતા કરતા તારામાં જ પરોવાયેલુ મારુ ચિત્ત ઘડીએ ઘડીએ તારી હાજરી ચકાસ્યા કરે અને ત્યાં નિયત સમયે તારુ આગમન થતા,મારા ચિત્તમાં એક અજબનો સંતોષ છવાઈ જાય છે ! ઘણીવાર માત્ર આપણી હાજરીને કોઈ કેટલી તીવ્રતાથી ઝંખતુ હશે ...કલ્પના કરી છે ? આ ઉંડા સ્નેહની ...તારા અને મારા જૂજ સમયમાં રચાતા સંવાદો મારા કમજોર મનને તારા પ્રત્યેની ઊંડી લાગણીનો અને તારા તરફથી મારા તરફનો અપાર સ્નેહની પૂર્તિ કરી જાય છે ! ફરી તારુ અને મારુ છુટુ પડવું .અને ફરી મારુ ચિત્ત તારા નામની માળા જપે છે !ફરી એ જ પ્રતિક્ષાના ચગડોળે ...ચિત્ત ભમે છે ...હું બધુ જ કરુ છુ..બધી જ ફરજ નિભાવુ છુ ,બધુ જ કામ કરુ છુ ..ફક્ત તને મારા હ્રદયમાં રાખી ને ! એક જીજીવિષા એટલે તું ! તારી અને મારી પ્રત્યક્ષ મુલાકાત વચ્ચે આ રાત્રિના અંધકારો .. દિવસના કલાકો..! થઈ શકે તો એ સમયની પળને એક વિનંતી કરવી છે કે જ્યારે તારી અને મારી પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે એ થંભી જાય ! તારા સાનિધ્યમાં મળતા સુકુનનો કોઈ પર્યાય નથી . અને ફરી ફરી ને આ આતમ ફરી તારી પ્રતિક્ષાના ફેરામાં અટવાતો જશે ! કદાચ મારી જિંદગીનુ એક સત્ય તું અને તારા મિલનની પ્રતિક્ષા એ જ પ્રતિક્ષાના ફેરા એટલે મારો તારો આ પ્રેમ.
સૃષ્ટિ સૃષ્ટિ તણા વૈભવની જો યાદી બને ! ઠેર ઠેર વૈભવની જો યાદી બને ! કોઈના સંદુકમા અધિક દોલત ખનકે ! કોઈના મહેલમા તો મોરલા પણ ટહુકે! કોઈ હીરા મોતીથી અધિક ઝળહળે ! તો કોઈના સ્વપ્નોની કોઈ વિસાતના મળે ! પણ અંતર જેનુ કદી સંતોષથી ના ભરે ! એ મહેલની મિરાતમા પણ જાગતા ફરે ! સંતોષના કદી કોઈ મલકમાં હાટડા મળે ! દિલની અમીરાતના કદીના સોદા મળે !
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser