The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
23
26.1k
73.8k
jai shree krishna......
ઝરમર વરસાદની ભીનાશ સહેજ અડકી... તારી યાદ પણ મોરના પીંછા ની જેમ અડકી... તું પણ શીખ ક્યારેક અનરાધાર વરસતા... મારે તો લાગણી બસ એક તારી જ વળગી... કોરી ભલે રહું બહારની વેદનાઓ થી... નખશિખ ભીંજાવ તું તારી સંવેદનાઓથી... પ્રેમની અનુભૂતિ તારા સાથેની સ્મૃતિ... રાધા બની કૃષ્ણમગ્ન થવાને અધીરી...
પરપોટા ની જંગમાં એવી તે અથડાઈ ગઈ... પાણી ની એ યાત્રા હવામાં જ નજરાઈ ગઈ... શું બનવું એ થોડું વંચાતું હોય છે હાથમાં... એક વળાંક, ને આખી બનાવટ જ બદલાઈ ગઈ... પરિવર્તન તો નાની નાની બાબતોમાં વર્તાઈ જાય... આતો એક આઘાત,ને જિંદગી જ ચર્ચાઈ ગઈ... વાડ તોડી ને ભાગવાની હિંમત નથી હોતી બધામાં... પરિસ્થિતિ એવી બની કે છલાંગ જ વખણાઈ ગઈ... હરવા માટે કોઈ રમતું નથી બાઝી સંબંધોમાં... જેને જીત પણ હારી,તો એ પ્રેમમાં પીરસાઈ ગઈ... ગમે તેટલો માર હોય વિષમતાઓ નો જીવનમાં... જે મોજ થી જીવ્યા, એની હિંમત વખણાઈ ગઈ... ઇશ્વર પણ તત્પર હોતો હશે આશિષ આપવામાં... એક ડગલું ઉપાડ્યું, ને આગળ કેડી શણગારાઈ ગઈ...
શબ્દોની અછત પડે છે હૃદયની બધી લાગણીઓને છતી કરવામાં... ખોટી માંગણીઓના સ્વરમાં એ લાગણીઓ કચડાઈ નહીં... કરી લો કંઈક જતું જો પ્રેમ છુપો હોય આ હૃદયમાં... કંઈક વાત પકડી રાખવામાં સાથ છૂટી જાય નહીં... સદીઓનો સમય નથી ખાલી આજ છે હાથમાં... ક્ષણોનો ગુલદસ્તો સાવ નજર અંદાજ થાય નહીં... અધૂરા મળો તો, કાં પૂરા થવા કાં છલકાવ... મળી ને પણ આમ અતડા સંબંધોમાં જીવાય નહીં... પ્રેમના ઓક્સિજન સિવાય બધું ગૌણ છે જીવનમાં... એમાં વેન્ટિલેટર ની જરૂરિયાત ઊભી થાય નહિ....
જીવન નાટક હતું કે સ્વપ્ન,ખુલ્લી આંખો એ નિહાળતાં રહ્યા... કિરદાર અનેક હતાં,અને અમે એક ને જ શોધતા રહ્યા . ... -Tru...
આકાશ છે જ નહિ ખાલી અવકાશ છે.. મજા છે જ નહિ ખાલી મિજાજ છે... ભ્રાંતિ છે ચારે તરફ આપણા હોવાની... વિવાદ છે જ નહિ ખાલી સવાંદ છે.... સમજ જ છે આપણી એક આગવી સ્વતંત્રતા ... બંધન છે જ નહિ ખાલી સ્પંદન છે... અભિનય કરી લેવાનો છે કોઈ ભય વગર... કર્તા છે જ નહિ ખાલી ક્રિયા છે... ઉત્સવ બનાવી લો જિંદગીની ક્ષણોનો... અણધાર્યું છે જ નહિ ખાલી વ્યવસ્થિત છે.. માની લે માનવું હોય તો ઇશ્વરના હોવાપણાને.... હું અને તું છે જ નહિ ખાલી શૂન્યતા છે.... . -Tru...
નિષ્કાસિત થઈ જાય છે બધી વેદનાઓ .. હોંકારો મળે છે જયારે અંગત મિત્રતાનો .. -Tru...
વ્યથા ની પ્રથાની કથા શું કહેવાની? હૃદયના કોઈક ખૂણે એ જફા તો રહેવાની... સંઘરવાનું હતું એના કરતાં વધારે જ સંઘરી બેઠાં... હવે ભાર લાગે મનમાં તો એ પીડા તો સહેવાની... કાળ ગમે તે હોય જો વળગેલો હોય સ્મૃતિમાં... તો પછી ક્ષણ ને માણવાની ક્ષણો ક્યાં મળવાની... હું અને મારું જડબેસલાક હોય છે સંબંધોમાં... હવે જગ્યા રહે પ્રેમ માટેની ત્યાં જ દુનિયા મહેકવાની... ફાવતો નથી દરેક માણસ જિંદગીની સફરમાં... જેની જેવી વૃત્તિ હશે, એવી જ કૃતિ ભજવવાની.... -Tru...
લાગણીઓ માણવાની છે અહીં જાણવામાં જ રહી જવાય છે... જીવવા માટે હોય છે જિંદગી અહીં જીતવામાં જ હારી જવાય છે... મંજીલે પહોંચવાની રેસમાં અહીં સાથીદારો ચૂકી જવાય છે... સદીઓ જીવવાની લાઈનમાં અહીં ક્ષણને જતી કરાય છે... વિચારોના વરસાદમાં અહીં સમજદારી ભૂલી જવાય છે.... લાગણીઓના અતિરેકમાં અહીં મર્યાદા ચૂકી જવાય છે... કર્મોની ગણતરીઓમાં અહીં ભાવનાઓ ભૂલી જવાય છે... ગીતાના ઉપદેશો રટતા અહીં કૃષ્ણને ચૂકી જવાય છે.... રાધાકૃષ્ણના પ્રેમમાં અહીં સુદામાને ભૂલી જવાય છે .... પથ્થરમાં ભગવાનને પૂજતા અહીં પ્રકૃતિથી જ છુટી જવાય છે... બહાર પ્રેમને શોધતા અહીં સ્વને ભૂલી જવાય છે ... જે હંમેશા આપણી અંદર છે એવા બ્રહ્મને ચૂકી જવાય છે ..
प्रेम की गहराइयों को पल में छू ही लेते। पर उन्हें तो किनारे से ही लगाव था। एकबार उतरके तो देख लेते समंदर में। की उनके प्यारमे समंदर, खुद मिट जाने को तैयार था। -Tru...
બારી બહાર વરસે વરસાદ... ભીંજવે અસ્તિત્વ આખું... કોઈ ભીંજાય ઉપરછલ્લું... કોઈ અંતર થી તરબતર થાતું... કોઈની આંખોમાં વરસે ચોમાસું .... કોઈ ના હૃદયમાં ચોમાસું બેઠું... કોઈ માટી ની મહેક ને માણતું... કોઈ પોતે જ મહેકી ને નાચતું... કોઈ સ્નેહીના સાથ ને માણતું... કોઈ નીજને માણવા તરસતું.... કોઈ વરસાદની હેલીમાં તણાતું... તો કોઈ સાંબેલાધાર માં ગીત ગાતું... જેવું આકાશ ભીતર ઘનઘોર થાતું... બહાર એવું જ ચોમાસું વર્તાતું... -Tru...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser