હલેસાં વગર નાવડીને પાર કેમ પહોંચાડવી..
મંઝિલ નો પડછાયો છે ને વહેણ સામે વિરોધી છે
થાકી જવા માટે મન ની પૂરી તૈયારી છે...
આત્મા એ તો આંગળી હળવે થી પકડી રાખી છે
પોતાની જાત ને લૂંટાવાની કેટલી તૈયારી છે...
તારું ક્યાં કઈ હતું કે તે મુઠી પકડી રાખી છે...
જોર થી જેટલું પકડાઈ એટલી છૂટવાની તૈયારી છે...
ઘોંઘાટ ઘણો પચાવ્યો- હવે શાંતિ ની કેડી વધાવી છે...
મંઝિલ ની નહીં હવે તો રસ્તા પર નઝર માંડી છે...
વહેણને પણ ઝૂકવું પડે એવી ખુમારી પાળી છે.,
ડગલા ભલે ડગમગે,ધીમી ગતિ પણ એકધારી છે..
હું જ મારું વહેણ- અસ્તિત્વ ની માંગ હવે વધાવી છે.