The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દરેક માબાપ માટે જેવી રીતે આપણે આપણા દીકરા-દીકરી નાના હોય ત્યારે એમને ચાલતા શીખવવા માટે આપણે આપણી આંગળી એના હાથથી છોડાવીએ છીએ ને એ બાળકને એકલા ચાલવા દઈએ છીએ પણ જ્યાં એના કદમ ડગમગે કે તરત આપણે એને સાથ આપીએ છીએ ને ફરી પાછા એને એકલો ચાલવા દઈએ છીએ. કેમકે આપણે એ જાણીએ છીએ કે જો એની આંગળી કાયમ પકડી રાખીશું તો એ જાતે ચાલી શકવા જરૂરી આત્મવિશ્વાસ ને બળ નહીં મેળવી શકે. પણ સાથેસાથે આપણે એની સાથે જ છીએ એ વાતનો ભરોસો પણ એ બાળકના મનમાં રોપીએ જ છીએ. તો કેમ આટલી મહત્ત્વની વાત આપણે આપણા દીકરા-દીકરી મોટા થતા ભૂલી જઈએ છીએ ? આપણા દીકરા- દીકરી જ્યારે યુવાન થાય છે ત્યારે આપણે એની જીવનનૌકા એ વ્યવસ્થિત ચલાવતા શીખે એ માટે કેમ એની આંગળી છોડી નથી શકતા ? કેમ આપણા વિચારો આપણો બિઝનેશ આપણા સપના એના પર થોપવાના પ્રયાસો કરીએ છીએ ? કેમ એના સપના પર ભરોસો નથી કરતા ? અને જો આપણા દીકરા-દીકરી જાતે ચાલવાનું નક્કી કરે છે તો કેમ એને જરૂર પડે આપણે ટેકો નથી આપી શકતા ? નવાસવા ધંધા નોકરી કે એના જીવનની અન્ય જરૂરી બાબતો પર એના પગ ડગમગે ત્યારે કેમ સહેજ ટેકો ન કરી શકાય ?
દરેક માબાપે હંમેશા પોતાના સંતાનને ડરાવી ધમકાવી નહીં પણ સમજાવી એના મિત્ર બનીને એને સમજવાની કોશિશ કરવી પડશે જેથી એના જીવનમાં આવતા અમુક પ્રોબ્લેમમાં પણ એ ગુસ્સે થઈને અથવા ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવું ખોટું પગલું ન ભરી બેસે. -Vanmali Thakor
આપણા જીવનમાં આવતી નાની નાની તકલીફ પર જો ધ્યાન આપીને એને સોલ્વ કરવામાં ન આવે તો એમાંની કોઈ તકલીફ એક સમયે એટલી મોટી બની શકે છે કે જે આપડા સુખ ચૈન છીનવી શકે. એ હંમેશા યાદ રાખવું કે ટીંપે ટીંપે સરોવર ભરાય ને ટીંપે ટીંપે ખાલી પણ થાય.
એક શિક્ષકની વ્યથા ચિત્ર શિક્ષકમાં લાગ્યા પછી ફાજલ તરીકે કલાર્કની નોકરીમાં જીવન વિતાવવુ કેટલું યોગ્ય એ વાત સરકારને તો ત્યારે જ સમજાય જ્યારે ધારાસભ્ય તરીકે લાગ્યા હોય ને એમને ક્લાર્ક બનીને જો કામ કરવું પડે. પણ એમાંય અમુક ધારાસભ્ય તો કલાર્કની લાયકાતવાળા પણ ન હોય એમનું શું ?
શું બોલું ? વહાલા વેરી થઈ જશે જો મોં ખોલું કહો શું બોલું ? એક એક સપનાને મઢવાને બેઠો જ્યાં લાગી નજર મને એવી તૂટી ગ્યાં કાચ બધા હું એ વેરાઈ ગયો જો થઈ છે હવે તો જોવા જેવી ! પડખુંય ફરવાનો વેત ન રહ્યો છતાંય જાતને હું તો હજુય તોલું ! શું બોલું ? મંજીલને ખોળવા નીકળી પડું હવે નથી કરવી સહેજેય વાર અંધારું ઘેરાય એ પહેલાની સાંજને એકાદી દઈ દઉં હું હાર જાતને લઈને હજુ જોજન છે જાવું અંતર દ્વાર હું ટટોલું શું બોલું ?
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser