દરેક માબાપ માટે
જેવી રીતે આપણે આપણા દીકરા-દીકરી નાના હોય ત્યારે એમને ચાલતા શીખવવા માટે આપણે આપણી આંગળી એના હાથથી છોડાવીએ છીએ ને એ બાળકને એકલા ચાલવા દઈએ છીએ પણ જ્યાં એના કદમ ડગમગે કે તરત આપણે એને સાથ આપીએ છીએ ને ફરી પાછા એને એકલો ચાલવા દઈએ છીએ. કેમકે આપણે એ જાણીએ છીએ કે જો એની આંગળી કાયમ પકડી રાખીશું તો એ જાતે ચાલી શકવા જરૂરી આત્મવિશ્વાસ ને બળ નહીં મેળવી શકે. પણ સાથેસાથે આપણે એની સાથે જ છીએ એ વાતનો ભરોસો પણ એ બાળકના મનમાં રોપીએ જ છીએ. તો કેમ આટલી મહત્ત્વની વાત આપણે આપણા દીકરા-દીકરી મોટા થતા ભૂલી જઈએ છીએ ?
આપણા દીકરા- દીકરી જ્યારે યુવાન થાય છે ત્યારે આપણે એની જીવનનૌકા એ વ્યવસ્થિત ચલાવતા શીખે એ માટે કેમ એની આંગળી છોડી નથી શકતા ? કેમ આપણા વિચારો આપણો બિઝનેશ આપણા સપના એના પર થોપવાના પ્રયાસો કરીએ છીએ ? કેમ એના સપના પર ભરોસો નથી કરતા ? અને જો આપણા દીકરા-દીકરી જાતે ચાલવાનું નક્કી કરે છે તો કેમ એને જરૂર પડે આપણે ટેકો નથી આપી શકતા ? નવાસવા ધંધા નોકરી કે એના જીવનની અન્ય જરૂરી બાબતો પર એના પગ ડગમગે ત્યારે કેમ સહેજ ટેકો ન કરી શકાય ?