The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ અને સ્વતંત્રતા: દીકરીઓના હકો પર એક સળગતો સવાલ સ્વતંત્રતા એ ભીખ કે કોઈની મહેરબાની નથી, પણ દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ જ્યારે પરિવાર કે સમાજ એમ કહે કે, "અમે તો દીકરીઓને છૂટ આપેલી છે," ત્યારે આ વાક્યમાં જ એક અદ્રશ્ય માલિકીભાવ છુપાયેલો હોય છે. જે લોકો "છૂટ આપવા"ની વાત કરે છે, તેઓ અજાણતા જ એ સ્વીકારે છે કે તેઓ સ્વતંત્રતાને એક એવી ભેટ માને છે જે તેઓ ગમે ત્યારે પાછી પણ ખેંચી શકે છે. સાચી સ્વતંત્રતા કોઈના પ્રમાણપત્રની મોહતાજ નથી હોતી. પ્રેમ અને લગ્ન: એક વ્યક્તિગત નિર્ણય આ સમાજમાં જ્યારે કોઈ છોકરી પ્રેમ કરે છે અથવા પોતાના જીવનસાથીની પસંદગી જાતે કરે છે, ત્યારે તેને તરત જ "રસ્તે ભટકવું" કે "બગડી જવું" નામ આપી દેવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે પ્રેમ કરવો એ કોઈ અપરાધ કે રસ્તે ભટકવું કઈ રીતે હોઈ શકે? જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત છે, જેમાં પરિવાર કે સમાજનો કોઈ અંકુશ ન હોવો જોઈએ. જો છોકરાઓ માટે આ બધું સામાન્ય ગણવામાં આવતું હોય, તો દીકરીઓ માટે તે જ બાબત ગુનાહિત કેમ બની જાય છે? પિતૃસત્તાક માનસિકતા અને દોષનોટોપલો જ્યારે દીકરી પોતાના જીવનનો કોઈ મોટો નિર્ણય લે છે, ત્યારે સૌથી પહેલા તેનો પરિવાર જ વિરોધ કરવા ઊભો થઈ જાય છે. "સમાજ શું કહેશે?" અને "આબરૂ જતી રહેશે" જેવા ડર આગળ ધરીને સમગ્ર દોષનોટોપલો દીકરીના જ માથે ઢોળી દેવામાં આવે છે કે તેણે જ બધું બગાડ્યું છે. જો કોઈ દીકરી આ અન્યાય સામે અવાજ ઉઠાવે કે સવાલ કરે, તો તેના ચારિત્ર્ય પર સીધા સવાલો ઉઠાવી દેવામાં આવે છે કે તે માર્ગથી ભટકેલી કે ચારિત્ર્યહીન છે. આ માત્ર દીકરીનો અવાજ દબાવવાની એક માનસિક ચાલ છે. ભાવનાત્મક બ્લેકમેલ અને અદ્રશ્ય બેડીઓ દીકરીને રોકવા માટે અને તેના હકોને કુચલવા માટે સૌથી મોટું હથિયાર એ વાક્યનું વાપરવામાં આવે છે કે: "મા-બાપ ક્યારેય તમારું ખરાબ ન ઇચ્છે!" આ લાગણી અને પ્રેમની આડમાં દીકરીને ભારે અપરાધભાવ અનુભવવામાં આવે છે. ભલે મા-બાપ ખરાબ ન ઇચ્છતા હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દીકરીની ઓળખ અને તેના સ્વતંત્ર નિર્ણયો છીનવી લે. અંતે પરિસ્થિતિ એટલી હદે વણસી જાય છે કે દીકરીઓએ પોતાના જ પરિવારથી અંતર જાળવી લેવું પડે છે, અને તેમ છતાં દોષ તો દીકરીના જ ફાળે જાય છે. નિષ્કર્ષ વાસ્તવમાં, આ સમાજ સ્ત્રીઓની સ્વતંત્રતાથી ડરે છે. તેઓ જાણે છે કે જો સ્ત્રી પોતાના નિર્ણયો જાતે લેતી થઈ જશે, તો સદીઓથી ચાલતી ગુલામીની પ્રથા ખતમ થઈ જશે. જ્યાં સુધી પરિવાર અને સમાજ દીકરીઓને કોઈની મિલકત કે પોતાની મરજીથી ચાલતી કઠપૂતળી માનવાનું બંધ નહીં કરે અને તેમને એક સ્વતંત્ર તથા સમાન માનવી તરીકે સ્વીકારતા નહીં શીખે, ત્યાં સુધી આપણી આધુનિકતાની બધી જ વાતો પોકળ રહેશે.
ચાલતા ચાલી જીવનના વનમા, ઈચ્છા ઉડવાની ઉભી થઈ મનમાં... પગ ભલે રહ્યા આ જમીન પર, પણ ઊચા આકાશ ને અડવાની જીદ થઈ. નથી મારે પાંખો કુદરતી મારા સપનાઓની ઊંચાઈ જ હવે મારી પાંખ થઈ.
નથી હાથમાં ગાંડીવ કે નથી કોઈ રણમેદાન, છતાં રોજ લડે છે એ, રાખી ખુદનું સન્માન. વધે છે આગળ ભલેને પગમાં હોય કાંટા, નસીબના ભરોસે નહીં, મહેનતથી બદલે છે ફાંટા. દુનિયા કહેશે 'હાર માની લે' દરેક વળાંક પર, પણ યોદ્ધા એ જ જે જીતે, ભરોસો રાખી પોતાની જાત પર.
નથી અહીં કોઈ વકીલ કે નથી કોઈ તારીખ, ખુદ જ લડવી પડે છે પોતાની આ બારીક; સીલ હોય ખુશીનું કે પીડાનો પેગામ, મારી સહી વિના તો બધું જ છે નકામું. સુખનું સોગંદનામું જ્યારે રજૂ કરું છું, ત્યારે હસ્તાક્ષર કરવામાં ગર્વ અનુભવું છું; પણ દુઃખનો દસ્તાવેજ જ્યારે સામે આવે છે, ત્યારે એ જ સહી મને મારી હિંમત બતાવે છે.
રણ હું, રાણી હું, યુદ્ધની મરદાની હું. હાથમાં તલવાર ને હૈયે હિમાલય રાખું છું, ઝુકાવે દુનિયાને એવો હું ઠાઠ રાખું છું. ડરને મેં ક્યારનોય દરિયામાં ડુબાડ્યો છે, હિંમતનો દીવો મેં આ જગમાં પ્રગટાવ્યો છે. નથી અબળા, હું તો અગ્નિની જ્વાળા છું, અન્યાય સામે લડતી હું વિજયની માળા છું. 💐🙏
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser