રણ હું, રાણી હું,
યુદ્ધની મરદાની હું.
હાથમાં તલવાર ને હૈયે હિમાલય રાખું છું,
ઝુકાવે દુનિયાને એવો હું ઠાઠ રાખું છું.
ડરને મેં ક્યારનોય દરિયામાં ડુબાડ્યો છે,
હિંમતનો દીવો મેં આ જગમાં પ્રગટાવ્યો છે.
નથી અબળા, હું તો અગ્નિની જ્વાળા છું,
અન્યાય સામે લડતી હું વિજયની માળા છું.
💐🙏