બસ, આ જિંદગી શાનથી જીવાય તોય બસ,
અંધારામાં દીવા જેટલી રોશની મળે તોય બસ,
ચહેરા પર હંમેશા મલકતું સ્મિત રહે તોય બસ.
આ નફરતની દુનિયામાં થોડો પ્રેમ મળે તોય બસ.
નથી જોતા સોનુ ને રુપુ, એક મોતી બનું તોય બસ.
મળેલી આ જિંદગીમાં જે મળેલું છે તે સાચવું તોય બસ.
ધર્મ તો બહુ કર્યો, બોધિબીજ મળી જાય તોય બસ.