હું એક શિક્ષક છું મને એનો ખૂબ જ ગર્વ છે અને થોડું અભિમાન પણ.... પણ... તમે જેવું અભિમાન વિચારો છો એવું નહીં એક સમાજનું ઘડતર કરવાનું અભિમાન બાળકો સાથે રહી એમને સમજી એમની સાથે જીવવાનું અભિમાન...... ઘણા સ્વપ્ન હતા. કે b.ed, M.ed, થઈ છું તો સારી જોબ તો મળશે જ.... અને મારા સ્વપ્ન હું પૂરા કરીશ.... પૈસા કમાવાના સ્વપ્ન નહીં ....પણ હું જે કંઈ શિખીછું એ બાળકોને શીખવું..... પણ એ સ્વપ્ના સ્વપ્ના જ રહ્યા કેમ કે ભણી બહારની દુનિયા જોઈ ખબર પડી કે જે મૂલ્યો શિખ્યા એ તો વ્યવસાય બની ગયા છે ખૂબ જ દુ:ખ સાથે મેં મળેલી જોબ છોડી દિધી.....પણ સ્ટ્યૂડન્સનો સાથ ના છોડ્યો.......દરેકની લાઈફ બદલવામાં કોઈનો હાથ હોય છે મારી લાઈવ માં મારા પ્રોફેસર... પારૂલ અત્તરવાલા છે એ મારી જ નહીં ઘણાંની લાઈફ બદલ નાર માં છે .. એમણે અમારી બેન્ચનાં એક છોકરાની 18 હજાર ફી ભરી હતી એ પણ ખાનગી... પાછળથી અમે આ વાત જાણેલી..આજે અમે એમને પ્રેમથી મૉમ કહીએ છીએ.... આજે એમણે એક રેસ્ટોરન્ટ ખોલ્યું છે.....કોઈ કારણો સર.... જોબ છોડી છે...... પણ એ આજે પણ અમારી ધડતર કરનારી એક શિક્ષક બનાવનારી માં છે.... ડીગ્રીતો અમને મળવાની જ હતી પણ...એક શિક્ષક તરીકે ક્યાંક ઉભા રહેતા અમને શિખવનાર એ મૉમ હતાં..... આજે અમે કોઈ પણ જગ્યાએ નરવશ નથી .થતા કે ક્યાંય અમે હતાશ નથી થતા આજે અમારી પાસે ઈમાનદારીથી લઇ સેવા થી લઈ ઘણાં મૂલ્યો સ્થાપનાર... મૉમનો જન્મ દિવસ છે......તમારા જેવા શિક્ષક જો બધે દરેક સ્કૂલ સંસ્થામાં મળી જાય તો ક્યાંય શિક્ષણ વ્યવસાય ના રહે મોમ .......love u mom.... Happy birthday......