*આધુનિક દુનિયાની વ્યાખ્યા*

પાણી ને વોટર ભરખી ગયું , , , 
હુંડી ને ચેક ભરખી ગયા . . . 

દિવાળીને ક્રિસમસ ગળી ગયું , , ,
કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો . . . 

બાપાને ડેડ સાહેબે દાટી દીધો , , , 
તિથિ ને તારીખે ટક્કર મારી . . . 

સહુનું ખાણુ ગયું ને સહુનું વાળુ ગયું , , ,
ડીનર ની ડીશમાં એ બધું ચવાઈ ગયું . . . 

આવો ગયું , પધારો ગયું ને નમસ્તે ગયું , , , 
' હાય ' અને ' હેલ્લો ' ના હાહાકાર માં  સ્નેહ ભીના શબ્દો ગયા . . .

મહેમાન ગયા , પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા , , ,
' વેલ કમ ' અને ' બાય બાય ' માં લાગણીઓ તણાઈ ગઈ . . . 

કાકા ગયા , મામા ગયા , માસા અને ફુવા ગયા , , , 
એક અંકલ ના પેટ માં એ બધા ગરકાવ થયા . . .

કાકી , મામી , માસી , ફોઈ ને સ્વજનો વિસરાઈ  ગયા , , ,
આંટી માં બધાં સમાઈ ગયા . . . 

કુટુંબ નામનો માળો તૂટ્યો , પંખી વેરવિખેર થયા , , ,
હું ને મારા માં બધા જકડાઈ ગયા . . . 

હાલરડાં ના હલ્લા ગયા , લગ્ન ના ફટાણા ગયા , , ,
ડીજે ને ડિસ્કો ના તાનમાં બધા ગરકાઈ ગયા . . . 

આઈસ્ક્રીમ ના આડંબર માં મીઠા ગોળ ને ધાણા ગયા . . . 

પર્વ ગયા , તહેવાર ગયા , ઉત્સવ ના વહેવાર ગયા , , ,
ક્રિસમસ ને નાતાલ માં બધા સલવાઈ ગયા . . . 

લાપસી ગયા , કંસાર ગયા , ખીર અને ખાજા ગયા , , ,
કેક ના ચક્કરમાં બધા ફસાઈ ગયા . . .

ધોતી અને કફની ગયા , ટોપી , પાઘડી અને ખેસ ગયા , , ,
નિત બદલાતી ફેશન માં પુરૂષ અને સ્ત્રીના ભેદ ગયા  . . . !!

Gujarati Whatsapp-Status by Naranji Jadeja : 111029316
Naranji Jadeja 7 years ago

Na bhai Mari racna nathi Mari racna hoy Ema nar ka to naranji jadeja lakhel hoy

Pandav Nikunj 7 years ago

લખનાર તમે છો તો મારે ફોરવર્ડ કરવું છે તો નીચે તમારું નામ લખી નાખું ને ?

Pandav Nikunj 7 years ago

ખૂબ જ સરસ

Jignasha Parmar 8 years ago

vahhhh. ખુબજ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now