તરસવાનું, વરસવાનું ને બસ વહી જવાનું,
મળે જ્યાં જીવન જેવું ત્યાં જીવી લેવાનું.

આજની ઘડી મનભરીને જીવી લ્યો વ્હાલા,
ના જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું.?

સમય ક્યાં કોઈની રાહ જોઈને બેસી રહે,
સુખ આવે કે દુઃખ કાયમ હસતા રહેવાનું.

રોટલો દેવો તો ઉપરવાળા ના હાથમાં રહ્યો,
કરેલી મહેનતનું ફળ જ આપણે લઈ લેવાનુ.

હોય અભરખા દિલના પૂરા કરી લેવા 'શ્યામ'
ખબર કોને આ પ્રાણ પંખેરુ ક્યારે ઉડી જવાનુ.

#નીરવ_પટેલ 'શ્યામ'

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111030324
Nirav Patel SHYAM 6 years ago

આભાર.. શુભરાત્રી

Heer Ahir 6 years ago

ok tx gn sd jsk

Nirav Patel SHYAM 6 years ago

ધ્રુવ ભટ્ટ... પ્રતિલીપીમાં ધ્રુવ ભટ્ટ સર્ચ કરવાથી મળી જશે.

Heer Ahir 6 years ago

tatsvami na lekhak kon che.? mane teni site moklo ne madti nathi

ધબકાર... 6 years ago

ખુબ સરસ...સાચી વાત છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now