નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

Gujarati Song by Mukund Joshi : 111051215
Dr Atmin D Limbachiya 8 years ago

are bhai ema dhanyavad na hoy

Mukund Joshi 8 years ago

ધન્યવાદ મોટા ભાઈ તમે મને તમારા ગ્રૂપ ના લાયક સમજ્યો...

Dr Atmin D Limbachiya 8 years ago

ok mota bhai ... ena mate j number magyo to

Mukund Joshi 8 years ago

તમારા વોટ્સએપ ગ્રૂપ માં છું હું ... કલામ ની સફરે... ?

Dr Atmin D Limbachiya 8 years ago

mukund bhai tamaro mobile number malse hahahaha

Mukund Joshi 8 years ago

ધન્યવાદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now