. ? *ભમરો*
~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ભમરા તે તો ફટાકડો ફોડ્યો
ઊગતા ઊગતા નવા ફૂલ પર બેસી,
*ભમરા તે તો ફટાકડો ફોડ્યો*
ધ્યાન રાખી બેઠો હતો હું ભમરા તારૂ, પણ !
અમારા દિલમાં કોઈએ આવી ફટાકડો ફોડ્યો.
હજી હું તો જોતો હતો બેસવાની તારી રીતને,
તું ત્યાંથી ઉડ્યોને, ભમરા તે તો ફટાકડો ફોડ્યો.
બીજા ગમેલા મારા ફૂલ પર બેસ્યો,
સુગંધિત જ્યાં મારું સપનું સાંધ્યું હતું,
જોવી હતી તારી આ અટકતી કળા ને,પણ !
છાનોમાનો ઉડી,ભમરા તે તો ફટાકડો ફોડ્યો.
મારે તારી જેમ ઊડી ઊડી બીજે જાવું,
એક ફૂલથી બીજે ફૂલ પર બેસતા શીખવું,
લટકતી એ કળાને ધ્યાને લઈને બેઠો હતો,પણ !
*મને થકવાળી,ભમરા તે તો ફટાકડો ફોડ્યો*
ઊગતા ઊગતા નવા ફૂલ પર બેસી,
*ભમરા તે તો ફટાકડો ફોડ્યો*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD