?પપ્પા તમારી યાદ?
પપ્પા આવે છે ખૂબ યાદ તમારી
અમને ભણાયા પેટે પાટા બાંધી
ખર્ચ ને પોહચી વળવા કર્યું કામ ઘણું રાત સુધી
સાયકલ ખેંચી ખેંચી બચત કરી કુટુંબ કાજ
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
તમારા ગુસ્સામાં સમાયેલો પ્રેમ
તમે પુરી કરેલી અમારી દરેક ઈચ્છાઓ
કદી નથી કર્યા પૂરા પોતાના શોખ
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
સ્વજનોને પગભર કરવા હેતું સાથે રાખ્યા
મોટા હોવાથી તમે જવાબદારી ખૂબ નિભાવી
કદી એહસાસ નથી કરાવ્યો સ્વજન ને સાથે રાખ્યાનો
છતાં કહીં સંભળાવે એતો ફરજ હતી તમારી
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
બાળક તમારૂ બિમાર આવી ઘરે કરે આરામ
સંબંધ લોહીનો છતાં બેસે ખાવા મીષ્ઠાન
નથી સમજ એટલી પણ પૂછાય બાળકને કણ ખાવા
છતાં લાગણી ખૂબ ઉભરાતી લોહીનાં સંબંધ પ્રત્યે
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
પળે પળ તમારી ખોટ વર્તાય છે
જવાબદારી ના બોજ થી ભરેલી હતી તમારી જિંદગી
પોતાની જાત માટે કદી જીવ્યા નહી
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
કર્યું ઘણું કુટુંબ કાજ, સ્વજનો કાજ,
છતાં સ્વજનો કેહતા શું કર્યું આટલા વર્ષો માં
કદી કોઇ પાસે નથી માગ્યું શું એ પર્યાપ્ત નથી?
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
ખૂબ ઇમાનદારી થી નિભાવી જવાબદારી તમારી
જેમના માટે કરી ભાગદોડ સ્વજનો માટે
એ આજે બન્યાં છે સ્વાર્થી તમારી ગેરહાજરીમાં
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
લાગે છે માણસ ને નથી વ્હાલો માણસ
વ્હાલું લાગે તો ફક્ત કામ માણસનું
કિંમત નથી કોઇ એના નામની મરણ પછી
જ્યાં સુધી છે જીવ ત્યાં સુધી છે કિંમત માણસની
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
આખી જિંદગી ખર્ચી નાખી સ્વજનો કાજ
છતાં પોતાના નામે કરી ના શક્યા એક ઝોંપડી
રહ્યા અંધ વિશ્વાસ માં સ્વજનો ના ભરોસે
પણ સ્વજનો ના મન વાંચી ના શક્યા જીવતા જીવ
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
લોહીનાં સંબંધો પર કરતા ગયા પુરો વિશ્વાસ
વિશ્વાસ નો થયો વિશ્વાસઘાત ગેરહાજરીમાં તમારી
સ્વજનોએ સ્વાર્થ ને કર્યો આગળ ભુલી ગયા તમ ઉપકાર
બસ દેખાય એકજ સ્વાર્થ.....
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી
પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી?