થયુ ના સંગમ સાગરે અધ્ધવચ્ચે રહી ગયા
સુકાઈ ગઈ સરીતા શમણા અધૂરા રહી ગયા,
સમયના સંગાથે સડસડાટ દૌડતા રહ્યા
મૃગજળની તરસમા દર દર ભટકતા ફર્યા,
કરી ના કદી એની કદર જે મળ્યુ ક્ષણે ક્ષણમા
ઝંખતા હર હંમેશ જે ના લખ્યુ કોઈ ક્ષણમા,
મંઝીલ હતી નજર સામે ચૌતરફ શોધવા મથ્યા
પુનમના અજવાશમા ચંન્દ્ર દાગને જ કોશતા રહ્યા,
હ્રદયે એક અફસોસ ઘેરો વળ્યો એકલા રહી ગયા
હતો ખુદનો નજર દોષ જો ના કોઈને સમજી શક્યા.
- નિમુ ચૌહાણ..સાંજ