આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો

આ માણસ, જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો

આ માણસ, જાણે મોબાઈલ થઈ ગયો.......!

આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો

આ માણસ, જાણે મોબાઈલ થઈ ગયો........!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તો! એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

આ માણસ, જાણે મોબાઈલ થઈ ગયો........!

હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો એ થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

આ માણસ, જાણે મોબાઈલ થઈ ગયો.......!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો

આ માણસ, જાણે મોબાઈલ થઈ ગયો....kh@n.com

Gujarati Shayri by Prakash Navjivan : 111090354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now