અમારા ઘર તરફ ફરકી ગયું કોઇ ,
મને જોઇ તરત મલકી ગયું કોઇ .

બહારો સામટી ખીલી ગઈ જૂઓ ,
હ્રદય ભીતર જરા ધડકી ગયું કોઈ .

અગાસીમાં જતી જોઇ હતી એને ,
પછી તો ચાંદ થઇ ઝળકી ગયું કોઈ .

અરે ધબકાર ચૂકી ગઈ જુઓ ધડકન ,
જ્યાં આવી ઉંબરે અટકી ગયું કોઇ .

ઉતાવળ શું હતી પૂછો જરા "ચાતક" ?
કબર માં જોરથી પટકી ગયું કોઈ .

ગફુલ રબારી "ચાતક"

Gujarati Shayri by ગફુલ રબારી કવિ ચાતક : 111108211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now