Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય કેટલો જલદી બદલાઇ જાયછે....તેની જલદી ખબર પડતી નથી! હજી ગઇ કાલે જ આ જગ્યાએ સરસ મીઠો લીમડો પોતાનો છોયડો સૈને આપતું ઉભું હતુ ને આજ સવારે જોયું તો તે કપાઇને તેની જગ્યાએ દશ માળની તોતીંગ બિલ્ડીંગ ઉભેલી દેખાય છે...
કહેવાનો અર્થ એટલો જ છે કે સમય ધીરો ચાલતો નથી પણ તે વધું ને વધું ઝડપથી દોડી રહ્યો છે...
ને આપણે પણ તે સમયની સાથે સાથે ચાલી રહ્યા છે...
સમય જેમ આપણને વર્તવાનું કહે તેમ આપણે પણ બદલાતા જઇએ છીએ.
આજથી પચ્ચીસ વર્ષ પહેલા સ્ટીલના વાસણનો જમાનો ના હતો તેથી દરેકના ઘરના રસોડામાં તાંબા પિતળના વાસણો જ દેખાતા હતા...ને તેમાં ખાવાની મજા પણ કંઇક ઓર હતી...ને તેમાં ખાઇને લોકો વધું જીવતા પણ હતા...સાથે સાથે તે સમયમાં આવી ભયંકર બિમારીઓ પણ હતી નહિં...
બીપી શું! ડાયાબીટીસ શું! કે કેન્સર શું! તે જમાના લોકો જાણતા પણ ના હતા...
ને આજે આવી બિમારીઓ ઘેર ઘેર એક અજગરની જેમ દાખલ થઇ ગઇ છે...
ગરીબ હોય કે પૈસાદાર કોઇને પણ આવી બિમારીઓ છોડતી નથી...
કારણકે આજે ખોરાક પણ એટલો જ બદલાઇ ગયો છે આજ સ્ટીલના વાસણોથી દરેક ઘર ઘર ભરાઇ ગયા છે...
આજે સ્ટીલના વાસણોની કિંમત રહી નથી...દુકાનો તો ઠીક પણ આજે રસ્તા ઉપરની સામાન્ય લારીઓ વાળા પણ સ્ટીલના વાસણો વેચતા થઇ ગયા છે...
ખરીદનાર કોઇ દેખાતું નથી!
પહેલા જમાનાના વાસણોમાં જમવાનું જમવાથી શરીરમાં અનેક ઘણો ફાયદો થતો હતો
આજે પણ ઘણાખરા લોકો સવારે તાંબાના લોટામાં પાણી પીતા હોયછે...
કારણકે તે પાણી પેટની અનેક બિમારીઓમાં ફાયદાકારક હોયછે...
આજે ઘણા લોકોએ જુના વાસણો વેચીને નવા સ્ટીલના વાસણો વસાવી દીધા છે...
પણ તેમને તે સમયે ખબર ના હતી કે તમે ખરેખર એક સોનું વેચીને હલકી ચાંદી ખરીદી રહ્યા છો!
આજે ઘણા લોકોને તે વેચેલા વાસણો યાદ આવતા હશે...જેને રાખ્યા હશે તે ખુશ હશે કારણકે આજે તે ધાતુનો ચાર ઘણો બજાર ભાવ થઇ ગયો છે...
જયારે દિવાળી આવે એટલે ઘરની સફાઇનું કામ ચાલું થઇ જાય...
ને પહેલું કામ સ્ત્રીઓ આવા વાસણ ઘસવાનું કરે...
ઘસી ઘસીને ઉપરા ઉપરી ખાટલામાં સુકાવવા મુકતા...
ને એક ડોશીમા પાપડી સુકાવવા મુકી હોય તેમ તેને સાચવવા બેસતા...
આજે સ્ટીલના વાસણો ઘસાયા પછી ખાટલાઓ ભરાઇ જતા હોયછે...
ને તેની સંભાળ રાખવા કોઇ ખાટલે બેસતું પણ નથી!
કારણકે સ્ટીલ એટલે લોખંડ.
તેની કોઇ જ બજાર કિંમત હોતી નથી...બજારમાં તમે વેચવા જાવ તો કોઇ લેનાર મળતું નથી...
તે ફાટી જાય કે વળી જાય તો તેની જગ્યા ડસ્ટબીનમાં
હોયછે...અથવા તો ભંગારમાં ચાલ્યા જાયછે...
ને હવે તો સ્ટીલનો પણ સમય ધીરે ધીરે ચાલ્યો જાયછે...કારણકે હવે તેની જગ્યાએ નોનસ્ટીકનો આવી ગયો છે...ઘસવા ધોવામાં એકદમ સરળ...
યાદ રાખશો...
તાંબુ પિતળ કે કાંસુ...એક સમયે લીલા ડોલર જેવું કામ કરશે...

Gujarati Thought by Harshad Patel Pij : 111157356
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now