#કાવ્યોત્સવ2
" પ્રેમ " 5-5-2019

આ તો જીવનમાં વહેમ થયો કે પ્રેમ થઈ ગયો,
રચના મારી ને કિસ્સો તારો એવો પ્રેમ થઈ ગયો.

વોટસઅપ ને ફેસબુકના સુવિચારો થી પ્રેમ થઈ ગયો,
સરગમના એ સાત સૂરોથી પ્રેમ થઈ ગયો.

કલમ થકી કમાલ દેખાડતાં પ્રેમ થઈ ગયો,
ભાવનાના વહેણ થકી વહેતા પ્રેમ થઈ ગયો.

શું મેળવ્યુ ને શું ખોયુ એ જાણતા પ્રેમ થઈ ગયો,
દુનિયાના આ આટાપાટા થી પ્રેમ થઈ ગયો.

હરિફાઈ ના આ યુગમાં હારતા પ્રેમ થઈ ગયો,
ખોટા ભ્રમમાં રાચતા કેવો પ્રેમ થઈ ગયો.

જુઠા જગની જુઠી માયાથી પ્રેમ થઈ ગયો,
રસ્તે ચાલતા એ પત્થરો થી પ્રેમ થઈ ગયો.

દંભી જનોના દંભ જ જાણતા પ્રેમ થઈ ગયો,
જ્ઞાની જનોના જ્ઞાન જ માણતા પ્રેમ થઈ ગયો...

ભાવના ભટ્ટ અમદાવાદ.......

Gujarati Shayri by Bhavna Bhatt : 111160066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now