Happy Father's Day
પિતાજી
હવે રોમ રોમે થી સ્પર્શે પિતાજી !
છબી વિણ દીવાલોમાં દર્શે પિતાજી !
સ્મરણમાં જો શૈશવના દિવસોને લાવું ,
મને ભીંજવે બા , ને વરસે પિતાજી !
સકળ કંકરોમાં એ શંકર ને ભાળે ,
પરમ તત્ત્વ ને એમ તરસે પિતાજી !
બધાં જળ ને માને એ જળ જાન્હવી ના ,
નિહાળી ગગને ય હરષે પિતાજી !
ગયા ત્યારે બા એ કહેલું કે " જો જે ,
હવે તારા રૂપે જ ફરશે પિતાજી !
ખબર ક્યાં હતી મારી બેહોશીઓને ,
સિતારો ખરે એમ ખરશે પિતાજી !
હરકિસન જોષી
( Father's Day, 16th june 2019 )