‘મારો કાનુડો...’
મારો કાનુડો એ... મારો કાનુડો...
ક્યારેક રુક્મણીનો તો ક્યારેક સત્યભામાનો,
પણ નથી એ પેલી રૂપાળી રાધાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...
ક્યારેક ગાયોનો તો ક્યારેક ગોવાલણોનો,
નથી એ માત્ર વૃંદાવનની ઘટાઓનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...
ક્યારેક ગોકુળ-ગલીનો તો ક્યારેક મથુરાના ચોબાનો,
નથી એ માત્ર હેમની દ્વારિકાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...
ક્યારેક બંસરીનો તો ક્યારેક મોરપીંછનો,
નથી એ માત્ર કદંબ કેરી ડાળનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...
ક્યારેક યમુનાનો તો ક્યારેક સાંદિપનિનો,
નથી એ માત્ર મિત્ર સુદામાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...
ક્યારેક કુરૂક્ષેત્રનો તો ક્યારેક ભગવદ્ કથનોનો,
નથી એ માત્ર સારથિ સવ્યસાચીનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...
ક્યારેક મીરાનો તો ક્યારેક નરસૈંયાનો,
પણ નથી એ પેલી રાધાનો...
હા...નથી જ એ પેલી રાધિકાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...