‘રાધિકા રાણી...’
રાધિકા રાણી મને પ્રાણથી પ્યારી,
રાસ રચતી એ વૃંદાવનની ક્યારી...
બરસાના વાળી કિર્તીની કુમારી,
બહુ રૂપાળી એ ભાનુની દુલારી...
સંકેતમાં મળી રચાતી પ્રેમકહાની,
શ્યામની સંગિની એ ભંડીરની વાતડી...
કુરુક્ષેત્રે યશોદા ને રુક્મણીની હાજરી,
ફરી એક મુલાકાત ત્યાં રાધા ને કાન ની...
એક અવઢવ એ દ્વારિકાના નાથની,
વાંસળીના સૂરે આવે યાદ રાધા નામની...
રંજ એના વિરહનો ને દુભાતી લાગણી,
પગલે વસંતને મારી પાંપણ ભીંજાતી...
યાદવની જિંદગી હવે, માધાની જિંદગાની,
રાધિકા રાણી મને પ્રાણથી પણ પ્યારી...