એક મનગમતા વીંછીએ માર્યો છે ડંખ હવે એરૂના ડંખની થાય ક્યાં અસર
પ્રેમકેરૂ ઝેર ભરી બેઠો છે હૈયે એ,જોજે ઝેરિલા ક્યાંક રહી જાય ના કસર. રગ-રગમા રેલાયુ ઝરણુ બનીને ઝેર, એના વીહવળ પ્રવાહને તો જો !
મારણ નથી કોઈ તારા આ ઝેરનું,શાને કરે તું ફિકર.

Gujarati Good Morning by Arzoo baraiya : 111229034
Mahesh Vegad 7 years ago

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને, તારી શરત થી જીતવાની છૂટ છે તને. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને. ખાલી જગા સમાન આ જીવન હવે થયું, પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને. મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર! ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને. નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં, ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને. આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા, આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now