તું મળે તો લાગે છે ભીંજાયા જેવું,
બાકી પલળાય તો ય કોરાકટ જેવું,
તું આવે તો લાગે અષાઢ જેવું,
ને લાગે મેઘને પણ વરસ્યા જેવું
નીકળી પડ ભીના હૈયે, ભીના રસ્તે,
વરસ સાનભાન ભૂલી
નીકળ રેલમ છેલ સ્પર્શાય એવું
ના છાલક ના છાંટા જેવું,
વરસી પડ તોફાન જેવું,
લાગે વીજળી ને પણ ગરજયા જેવું.
પારુલ અમીત "પંખુડી"☘️?

Gujarati Poem by Pankhudi : 111234708
Patel Amit 7 years ago

અતિ ઉત્તમ રચના

Pankhudi 7 years ago

આભાર આપનો

Kamlesh 7 years ago

વાહ... અદ્દભુત રચના

Pankhudi 7 years ago

Thanks ભાર્ગવજી

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

શબ્દો માં વજન છે.....???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now