રસ્તામાં મળતાં એ દરેક જેમ પોતાના નથી હોતાં,
એમજ શિખામણ આપવા વાળાં હંમેશાં સાચાં નથી હોતાં.
સાંભળો દરેકની વાત, જેને તમે ક્યારેય પુછતાં નથી હોતાં,
થોડો તો વિશ્ર્વાસ રાખો઼, પોતાનાં કદી પારકાં નથી હોતાં.
સંબંધો છે નાજુક, એનાં તાંતણા મજબૂત નથી હોતાં,
સાચવો એને માવજત થી, એ ફરી મળતાં નથી હોતાં.
"મિરવ"
- ગૌરવ મહેતા